________________
પાસત્યાદિકને પણ સંયમ,−ઠાણ કહ્યો જે હીણો; શુદ્ધ-પ્રરૂપક પવયણે શાસન, કહિંએ ન હોએ ખીણો ! રે. લોકો ! ૨૬
જિન વિણ અછતું ચરણ ન કરીએ, હોય તેતો ઉદ્ધરીએ; નવો મારગ જન આગેં ભાખે, કહો કિણિ પરિનિસ્તરીએ રે ? લોકો ! ૨૭ સંજમ-ઠાણ વિચારી જોતાં, જો ન લહે નિજ સાખે; તો જુઠું બોલીને દુર્મતિ !, સ્યું સાધે ગુણ પાખે રે ? લોકો ! ૨૮ સંયમ વિણ સંયતતા થાપે, પાપ-શ્રમણ તે ભાખ્યો; ઉત્તરાધ્યયનેં સરલ સ્વભાવે શુદ્ધ-પ્રરૂપક દાખ્યો રે. લોકો ! ૨૯ સુવિહિત ગચ્છ ક્રિયાનો ધોરી, શ્રી હરિભદ્ર કહાએ; એહ ભાવ ધરો તે કારણે, મુજ મન તેહ સુહાએ રે. લોકો ! ૩૦ શુદ્ધ દ્રવ્ય-સંયત તે ઇણિ પરિ, ભાવ-ચરણ પણિ પાવે; પ્રવચન-વચન-પ્રભાવે તેહના, સુરપતિ પણિ ગુણ ગાવે રે. લોકો ! ૩૧ શુદ્ધ-કથક-વચનેં જે ચાલે, મૂલ ઉત્તર ગુણધારી; વચન ક્ષમાદિક રંગે લીના, તે મુનિની બલિહારી રે. લોકો ! ૩૨
પૃજનિક જ્ઞાને જ્ઞાનાધિક, સંજત ચરણ વિલાસે; એકે નહિ જેહને બિહુ માંહે, કિમ જઇએ તસ પાસે હૈ ? લોકો ! ૩૩ જિમ જિમ પ્રવચન-જ્ઞાનેં ઝીલે, તિમ સંવેગ તરંગી;
એ આવશ્યક-વચન વિચારી, હોજો જ્ઞાનનો રંગી રે. લોકો ! ૩૪ જ્ઞાનાધિકના ગુણ જે દૂર્ષે, કષ્ટ કરે અભિમાની; પ્રાયે ગંઠી લગે નવિ આવ્યા, તે ખુતા અજ્ઞાનેં રે. લોકો ! ૩૫
૧. પાસસ્થાદિકમાં પણ સંયમ થાનક કહિઉં કોઈ હીણું. ૨. કહિð: ૩. જિન. ૪. ધ૨તો.
૫. પ્રભાવક.
૪૪૦
Jain Education International 2010_02
ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
For Private & Personal Use Only
www.jainelibrary.org