________________
ક્રય વિજયમાં બહુલી હાણિ, ભિક્ષાવૃત્તિ મહા ગુણખાણિ; ઈમ જાણી આગમ અનુસરી, મુનિ સમુદાન કરે ગોચરી. ૧૬ રસ લાલચિ ન કરે ગુણવંત, રસ અર્થે નવિ ભુંજે દંત; સંયમ જીવિત-રક્ષા હેત, સંતોષી મુનિ ભોજન લેત. ૧૭ અર્ચન-રચના પ્રજા-નતિ, નવિ વછે શુભધ્યાની યતિ; કરી મહાવ્રત-આરાધના, કેવલજ્ઞાન લહે શુભ મના. ૧૮
હાલ ત્રીજી
શ્રી સીમંધર જિન ત્રિભુવનભાણ – એ દેશી) મારગ સાધુ તણો છે ભાવે, દર્શન જ્ઞાન ચારિત્ર સ્વભાવે; ચરકાદિક આચાર કુપંથ, પાસત્યાદિકનો નિજ યૂથ. ૧૯ આધાકર્માદિક જે સેવે, કાલહાનિ મુખ દૂષણ દેવે; જિનમારગ છોડી ભવામી, થાપે કુમત કુમારગગામી ૨૦ મારગ એક અહિંસા રૂપ, જેહથી ઉતરીકે વિકૃપ; સર્વ યુક્તિથી એહજ જાણો, એજ સાર સમય મન આણો. ૨૧ ઉરધ-અધ-ત્રિચ્છા જે પ્રાણી, ત્રસ-થાવર તે ન હણે નાણી; એષણ દોષ ત્યજે ઉદ્દેશી, કીધું અન્ન ન લિયે શુભ-લેશી. ૨૨ આધાકર્માદિક અવિશુદ્ધ, અવયવ મિશ્રિત જે છે અશુદ્ધ, તે પણ પોતે દોષથી ટાલે, એ મારગે સંયમ અજુઆલે. ૨૩ હણતાને નવિ મુનિ અનુમોદે, કૃપાદિક ના વખાણ પ્રમોદે, પુણ્ય પાપ તિહાં પૂછે કોઈ, મૌન ધરે જિન આગમ જોઈ. ૨૪ ૧. પૂતિ. ૪૨૮
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org