________________
એહ કુશીલ ન ઈમ કહે, જેથી પરજન રૂસે રે, જાતિ મદાદિક પરિહરી, ધર્મધ્યાન વિભૂસે રે. સ૭ આપ રહી વ્રત ધર્મમાં, પરને ધર્મમાં થાપ રે, સર્વ કુશીલ લક્ષણ ત્યજી, બંધન ભવ તણા કાપ ૨. સ. ૮ અધ્યયનિ કહિયા ગુણ ઘણા, દશવૈકાલિક દશમે રે, કંચન પરિ તેહ પરખિયે, એ કાલિ પણિ વિસમ રે. સ. ૯
ઢાલ બીજી
[ચોપાઈની દેશી) ઉત્તરાધ્યયને કહિયો તે તણો, મારગ તે હવે ભવિયણ ! સુણો; હિંસા અલિય અદત્ત અખંભ, છાંડે પુનપરિગ્રહ આરંભ. ૧૦ ધૂપ પુષ્પ વાસિત ઘર ચિત્ર, મને ન વંછે પરમ પવિત્ર; જિહાં રહે ત્યાં ઇંદ્રિય સવિકાર, કામ હેતુ હોવે ઈણિ વાર. ૧૧
સ્ત્રી-પશુ-પંડક વર્જિત તામ, પ્રાસુક વાસ કરે અભિરામ; ઘર ન કરે કરાવે સદા, ત્રસ થાવર વધ જિહાં છે સદા. ૧૨ અન્ન પાન ન પચાવે પચે, પચતું દેખી નવી મન રૂચે; ધાન-નીર-પૃથ્વી-તૃણ પાત, નિશ્ચિત જીવ તણો જિહાં ઘાત. ૧૩ દીપ અગની દીપાવે નહિ, શસ્ત્ર ષ ધારૂ તે સહી; કંચન તૃણ સમવડિ મન ધરે, ક્રય વિક્રય કહિંય નવિ કરે. ૧૪ ખરીદદાર કર્યા કરતો કહિઉ, વિજય કરતો વલિ વાણિજે, કય વિક્રયમાં વર્તે જેહ, ભિક્ષુભાવ નવિ પાલે તેહ. ૧૫
૧. પુછય. ૨. ધામ. ૩. સર્વધરૂ. ૪. કઈયે.
સુગુરુની સાય
૪ર૭
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org