________________
ચરમ અસંખ્ય ભાગ કંડકથી, અનંતે ભાગે વૃદ્ધિ, કંડક માત્ર ગએ અસંપ્રયાતે, ભાગે વૃદ્ધિ ઈક લદ્ધ. ૪ વલતું મૂલ થકી જે સંજમ, ઠાણ સર્વ તે ભાખો, ઠાણભાગ સંખ્યાત વાળું, બીજું મન માંહિ રાખો; બીજી વૃદ્ધિ કહિ ઈમ કંડક, માણ ઠાણસ્ય પુરી, ત્રીજી વૃદ્ધિ સંખ્યાત ભાગની, ધારો સંયમ ચૂરી. ૫ થયાં થયાં તે થાક અંતર, ચઉથી પંચમી છઠ્ઠી, કંડક માણઠાણ થયે પૂરે, વૃદ્દિઢ જિણવર દિઠી; છેહલે કંડક પૂર્ણ થએ વલી, પંચ વૃદ્ધિનાં થાન, મૂલ થકી કહિએ નહિ બીજું, પૂર્ણ થયાં પર્ સ્થાન. ૬ ઉપરિ પણ પત્ સ્થાનક છે, અસંખ્ય લોકાકાશ, અંસ પ્રમાણ સમગ્ર તે કહીએ, સંયમશ્રેણી પ્રકાશ; એહમાંથી જે વરતે સંયત, વંદનીક તે હોઈ, બીજ વંદનીક ભજનાએ, ભાષ્ય કલ્પનું જોઈ. ૭
હાલ
હવે ઠાણ પરૂવણા, કહું સુણજ્યો તુહે શ્રોતા રે ! પ્રથમ નિરંતર માર્ગણા, મત ભૂલો તુહે જોતા રે;
આગમ વચનમાં થિર રહો. આંચલી ૧
૧. (કવિના સમયની પ્રતના હાંસિયામાં જણાવ્યું છે કે :)
અનંત ભાગ વૃદ્ધિ, અસંખ્યાત ભાગ વૃદ્ધિ, સંખ્યાત ભાગ વૃદ્ધિ, સંખ્યાત ગુણ વૃદ્ધિ,
અસંખ્યાત ગુણ વૃદ્ધિ, અનંત ગુણ વૃદ્ધિ એ ષટુ સ્થાનક. ૨. ઓ. ૩. સમય. ૪. અહિઠાણ.
શ્રી સંયમશ્રેણી વિચાર સાય
૪૨૩
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org