________________
પુસ્તક સોનાને અક્ષરે, તે તો દીસે ઘણા ભંડાર રે, કલ્યાણે કલ્યાણનો હોયે, અનુબંધ અતિ વિસ્તાર રે. સુ. ૧૨ સફલ મનોરથ જસ હોય, તે પુણ્યવંતમાં પૂરો રે, ઉમાહી અલગ રહે, તો તો પુણ્ય થકી અધૂરો રે.સુ. ૧૩ સૂત્ર સાંભલીયે ભગવતિ, લીજે લખમીનો લાહો રે, ભાવ ભૂષણમાં ધારીયે, સદુહણા ઉષ્ણાહો રે. સુ. ૧૪ ઉત્કૃષ્ટી આરાધના, ભગવાઈ સુણતાં શિવ લહિયે રે; ત્રીજે ભવ વાચક જસ કહે, ઈમ ભાખ્યું તે સહિયે રે. સુ. ૧૫
છઠ્ઠા અંગ શ્રી જ્ઞાતાધર્મ કથાની સઝાય
પ્યારો પ્યાર કરતી હો લાલ – એ દેશી) જ્ઞાતાધર્મકથા છઠ્ઠ અંગ, સાંભલીયે મન ધરિ રંગ; સુઅબંધ દોઈ ઈહાં છે સારા, સુણી સફલ કરો અવતાર. હો લાલ૦ ૧ પ્યારી જિનવર વાણી, લાગે મીઠી સાકર સમાણી હો લાલ;
પ્યારી જિનવર વાણી. એ આંકણી. પહિલામાં કથા ઓગણીસ, દસ વગૂ બીજે સુજગીસ; અઉઠકોડી કથા ઈહાં સારી, છઠા અંગેની જાઉ બલિહારી.
હો લાલ, પ્યારી. ૨ ઉત્સવ આનંદ અવધારો, પ્રમાદથી આતમ વારો; રોમાંચિત હુઈ ચુત ધારો, સમકિત-૫ર્યાય વધારો. હો લાલ. પ્યારી. ૩
૧. સોમૈયે સોનેરી ૨. તે તો માણસ નહિ ઢોરો રે, તે તો વિણસિંગ ઢોર રે ૩. માનવ ભવ પામી કરી બીજાધાને કરી જન તારો ૪. બીજા ધ્યાને મન વારી ૫. ચિત્ત
૪૧૪ ,
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org