________________
શ્રી નવિજય વિબુધ તણો રે લો, વાચક જસ કહે સીસ રે. ૨૦ તુમને પહિલા અંગનું રે લો, શરણ હોજો નિશદીસ રે. ચ૦ ભાવ ૫
બીજા અંગ શ્રી સૂયગડાંગ સૂત્રની સક્ઝાય
કિપૂર હોવે અતિ ઉજલો રે – એ દેશી) સૂયગડાંગ હવે સાંભલોજી, બીજું મનને રંગ, શ્રોતાને આવે જે રૂચિજી, તેહજ લાગે અંગ, ચતુર નર ! ધારો સમકિત ભાવ,
એ છે ભવસાગરમાં નાવ. ચતુર એ આંકણી ૧ સૂયખંધ દોય ઈહાં ભલાંજી, અલ્ઝયણા તેવીસ, તિસય તિસઠ કુમતિ તણુંજી, મતખંડન સુજગીસ. ચતુર૦ ર કહિ દેવિય અણગમાંજી, એહ પુહૂત અધિકાર સાધુ જવીરીનો ભલોજી, જવાહરનો વ્યાપાર. ચતુર૦ ૩ અર્ચક વર્ચકના હાંજી શ્રોતાના અંતર હોય; ગુરૂભક્તા સુખ પામસેજી, અવર ભમે મતિ ખોય. ચતુર ૪ અંગપૂજા પ્રભાવનાજી, પુસ્તક-લેખન-દાન; ગુરૂ ઉપકાર સંભારવોજી, આદર ભક્તિ નિદાન. ચતુર ૫ વક્તા એહવો કોઈ નહિજી, જિમ ભાંખે તુચ્છ ધર્મ, વાચક જસ કહે હર્ષશુંજી, ઈમ તે વિનયનો મર્મ ચતુર. ૬
૧. સાતમ ભાવે મન રૂચેજી; સાતમ આર્યો જે રૂચેજી. ૨, મન, મત.
૪૧૦
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org