SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણ અને તેના છ પ્રકાર હાલ પહેલી ઋષભનો વંશ રયણાયો એ દેશી] પડિક્કમણ તે આવશ્યક, રૂઢિ સામાન્ય પયત્નો રે; સામાયિક ચઉવીસત્થો, વંદન પડિક્કમણો રે. ૧ શ્રુત-રસ ભવિયાં ! ચાખજો, રાખજો ગુરૂકુલવાસો રે; ભાખજો સત્ય, અસત્યને નાખજો, હિત એ અભ્યાસો રે. ૨ શ્રુતરસ ભવિયાં ! ચાખજો. એ આંકણી. કાઉસ્સગ્ગ ને પચ્ચખાણ છે, એહમાં ષટ અધિકારો રે; સાવદ્ય યોગથી વિરમવું, જિનગુણ-કીર્તન સારો રે. શ્રુત૦ ૩ ગુણવંતની પ્રતિપત્તિ તે. અતિક્રમ નિંદા ઘણેરી રે, વ્રણ-ચિકિત્સા ગુણધારણા, ધુરિ શુદ્ધિ ચારિત્ર કેરી રે. શ્રુત ૪ બીજે દર્શનના આચારની, જ્ઞાનાદિક તણી ત્રીજે રે; ચોથે અતિચાર અપનયનની, શેષ શુદ્ધિ પાંચમે લીજે ૨. શ્રુત ૫ છઠે શુદ્ધિ તપ-આચારની, વીર્માંચારની સર્વે ૨; અધ્યયને ઓગણત્રીશમે, ઉત્તરાધ્યનને ગર્વે રે. શ્રુત ૬ અરધ નિબુફુ રવિ ગુરૂ, સૂત્ર કહે કાલ પૂરો રે; દિવસનો રાતિનો જાણીયે, દસ પડિલેહણથી સૂરો રે. શ્રુત ૭ મધ્યાન્હથી અધરાતિતાઈં, હુએ દેવસી અપવાદે રે; અધરાત્રિથી મધ્યાન્હતાઈ, રાઈય યોગ-વૃત્તિ નાદે રે. શ્રુત ૮ શ્રી પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય Jain Education International 2010_02 For Private & Personal Use Only ૩૮૧ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy