SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ માયાથી અલગા ૮લો, સુણો જિમ મિલો મુગતિસ્તું રંગ; ગુણ સુજસ વિલાસ સુખી રહો, સુણો લક્ષણ આવે અંગ. ગુણ૦ ૮ ૯. લોભ પાપસ્થાનક સ્વાધ્યાય [જનમ્યો જેસલમેર અથવા જીરે મારે જાગ્યો કુમર જામ એ દેશી] [ભીલી રાણી ! કુણ તમારી નીતિ, અથવા જીરેજી – દેશી] જીરે મારે, લોભ તે દોષ અથોભ, પાપસ્થાનક નવમું કહ્યું; જીરેજી, જીરે મારે, સર્વ વિનાશનું મૂલ, એહથી કુણે ન સુખ લહ્યું. જીરેજી. જી ૧ જીરે મારે, સુણિએ બહુ લોભાંધ,` ચક્રવર્તી હરિની કથા; જીરેજી; જીરે મારે, પામ્યા કડુક વિપાક, પીવત રક્ત જલો યથા. જીરેજી. ૨ જીરે મારે, નિર્ધનને શત ચાહ, શત લહે સહસ લોભિએ; જીરેજી; જીરે મારે, સહસ લહે લખ લોભ,‘ લખલાપ મન કોડીએ. જીરેજી. ૩ જીરે મારે, કોટીશ્વર નૃપ ઋદ્ધિ, નૃપ ચાહે ચક્રીપણું; જીરેજી; જીરે મારે, ચાહે ચક્રી સુરભોગ, સુર ચાહે સુરપતિપણું. જીરેજી. ૪ ૧. લોભાત. ૨. જુઓ ગાથા ૩-૪-૫ માટે શ્રી યોગશાસ્ત્ર ચતુર્થ પ્રકાશના નીચેના શ્લોક ૧૯-૨૦ ૨૧. धनहीन: शतमेकं सहस्रं शतवानपि । सहस्राधिपतिर्लक्ष कोटिं लक्षेश्वरोऽपि च ॥ 'कोटीश्वरो नरेन्द्रत्वं, नरेन्द्रश्चक्रवर्तिताम् । ચક્રવર્તી ૪ દેવત્વ, તેવો પીન્દ્રમિતિ ||’ ઇન્દ્રત્યેડિિદ સંપ્રાપ્ત, યદચ્છા ન નિવર્તતે । मूले लधीयांस्तल्लोभः शराव इव वर्धते ॥' ૩. લોડિએ. ૪. લાભ, લોભે. ૫. લાભ - ૩૬૬ Jain Education International 2010_02 ગુર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy