SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. અદત્તાદાન પાપસ્થાનક સ્વાધ્યાય [નિંદરડી વેરણ હુઈ રહી – એ દેશી] ચોરી વ્યસન નિવારીયે, પાપસ્થાનક હો ત્રીજું કહ્યું ઘોર કે; ઈહવિ પ૨વિ દુ:ખ ઘણાં. એહ વ્યસને હો પામે જગ ચોર કે. ચોરી ૧ ચોર તે પ્રાયે દરિદ્રી હુયે, ચોરીથી હો ધન ન ઠહરે નેટ કે; ચોરનો કોઈ ધણી નહિ, પ્રાયે ભૂખ્યું હો રહે ચોરનું પેટ કે. ચોરી ર જિમ જલમાંહે નાખીઓ, તલે આવે હો જલને અયગોલ કે; ચોર કઠોર કરમ કરી, જાયે નરકે હો તિમ નિપટ નિટોલ કે, ચોરી ૩ નાઠું પડયું વલી વીસર્યું, રહ્યું રાખ્યું હો થાપણ કર્યું જે કે; તૃણ તુસ માત્ર ન લીજીયે, અણદીધું હો કિહાં કોઈનું તેહ કે. ચોરી ૪ 'દૂરે અનર્થ સકલ' ટલે, મિલે વાહલા હો સઘલે જસ થાય કે; સુર સુખનાં હુએ ભેટણાં. વ્રત ત્રીજું હો આવે જસદાય કે. ચોરી ૫ ૧. ઇહભવ પરભવ દુ:ખ હોએ, લહે પ્રાણી હો એહથી અતિ જોર કે. ૨. પ્રાયે ભૂખ્યો હો હોય ચોરનો પેટ કે. ૩. સરખાવો : “અનર્થા પૂરતો યાન્તિ, સાધુવાવ: પ્રવર્તતે । स्वर्गसौरव्यानि ढोकन्ते, स्फुटमस्तेयचारिणाम् ॥” ૪. સંકટ, ૫. જસવાઈ કે. ૩૫૮ Jain Education International 2010_02 યોગશાસ્ત્ર ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy