________________
અઢાર-પાપસ્થાનક સ્વાધ્યાય
૧. હિંસા પાપસ્થાનક સ્વાધ્યાય
[કપૂર હોએ અતિ ઉજવું રે – એ દેશી]
પાપસ્થાનક પહિલું કહ્યું રે, હિંસા નામે દુરંત; મારે જે જગ જીવને રે, તે લહે મરણ અનંત રે. ૧ પ્રાણી ! જિનવાણી ધરો ચિત્ત. એ આંકણી.
માતપિતાદિ અનંતનાં રે, પામે વિયોગ તે મંદ; દારિદ્ર દોહગ નવિ ટલે રે, મિલે ન વલ્લભવૃંદ રે. પ્રાણી ! ૨ હોએ વિપાકે દશગણું રે,' એક વાર કિયું કર્મ;
શત સહસ્ર કોડિ ગમે રે, તીવ્ર ભાવના મર્મ . પ્રાણી ! ૩
`મર' કહેતાં પણ દુ:ખ હુવે રે, મારે કિમ નહિ હોય ? હિંસા ભગિની અતિ બૂરી રે, વૈશ્વાનરની જોય રે. પ્રાણી ! ૪
તેહને જોરે જે હુઆ રે, રૌદ્ર ધ્યાન-પ્રમત્ત; નરક-અતિથિ તે નૃપ હુઆ રે, જિમ સુભૂમ બ્રહ્મદત્ત રે. પ્રાણી ! પ
૧. નર જીવને રે ૨. દશ ગણાં રે ૩. કિયાં, કર્યાં ૪. મેર’
૩૫૬
Jain Education International 2010_02
ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
For Private & Personal Use Only
www.jainelibrary.org