________________
ઢાલ પાંચમી
પાંચમી સ્થિરા દૃષ્ટિ-વિચાર
(ધન ધન સંપતિ સાચો રાજા – એ દેશી) દષ્ટિ થિરા માંહે દર્શન નિત્ય, રત્નપ્રભા સમ જાણો રે; ભ્રાંતિ નહિ વલી બોધ તે સૂક્ષ્મ, પ્રત્યાહાર વખાણો રે. ૧ એ ગુણ વીર તણો ન વિસારું, સંભારું દિનરાત રે, પશુ ટાલી સુરરૂપ કરે જે, સમકિતને અવદાત રે.
એ ગુણ વીર તણો ન વિસારું. આંકણી. ર બાલ ધૂલિ પર લીલા સરિખી, ભવચેષ્ટા ઈહાં ભાસે રે, ઋદ્ધિ વૃદ્ધિ ઘટમાં સવિ પ્રકટે, અષ્ટ મહાસિદ્ધિ પાસે ૨. એ ગુણ ૩ વિષય વિકારે ન ઇંદ્રિય જોડે, તે ઈહાં પ્રત્યાહારો રે, કેવલ જ્યોતિ તે તત્ત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારો ર. એ ગુણ૦ શીતલ ચંદનથી પણ ઉપન્યો, અગનિ રહે જિમ વનને રે, ધર્મજનિત પણ ભોગ ઈહાં તિમ,
લાગે અનિષ્ટ તે મનને રે. એ ગુણ૦ ૫ અંશે હોએ ઈહાં અવિનાશી, પુલજાલ તમાસી રે; ચિદાનંદઘન સુજસવિલાસી, કિમ હોય જગનો આશી રે ? એ ગુણ ૬
૧. સિદ્ધિ ૨. પેસે.
આઠ યોગ દષ્ટિની સ્વાધ્યાય
૩પ૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org