________________
નહિ સર્વજ્ઞ તે જૂજૂઆજી, તેહના જે વલી દાસ; ભગતિ દેવની પણ કહીજી ચિત્ર અચિત્ર પ્રકાશ. મન. ૧૪ દેવ સંસારી અનેક છે, તેહની ભક્તિ વિચિત્ર, એક રાગ પર દ્વેષથીજી, એક મુગતિની અચિત્ર. મન૧૫ ઇંદ્રિયાર્થગત બુદ્ધિ છેજી, જ્ઞાન છે આગમ હેત; અસંમોહ શુભ કૃતિ ગુણેજી, તેણે ફલ ભેદ સંકેત. મન. ૧૬ આદર કિયા-રતિ ઘણીજી, વિઘન ટલે મિલે લચ્છિ, જિજ્ઞાસા બુધસેવનાજી, શુભ કૃતિ ચિન્હ પ્રત્યચ્છિ. મન૧૭ બુદ્ધિ ક્રિયા ભવ ફલ દિએ, જ્ઞાન ક્રિયા શિર અંગ; અસંમોહ કિયા દિએજી, શીઘ મુગતિ ફલ ચંગ. મ. ૧૮ પુદ્ગલ રચના કારમીજી, તિાં જસ ચિત્ત ન લીન; એક માર્ગ તે શિવ તણોજી, ભેદ લહે જગ દીન. મન૧૯ શિષ્યભણી જિન દેશનાજી, કે જન પરિણતિ ભિન્ન કે મુનિની નય દેશનાજી, પરમાર્થથી અભિન. મન ર૦ શબ્દભેદ-ઝઘડો કિંચોજી ? પરમારથ જો એક કહો ગંગા કહો સુરનદીજી, વસ્તુ ફિરે નહિ છે. મન. ૨૧ ધર્મ ક્ષમાદિક પણ મિજી, પ્રગટે ધર્મ-સંન્યાસ; તો ઝઘડા ઝોંટા“ તણોજી, મુનિને કવણ અભ્યાસ ? મન. રર અભિનિવેશ સઘલો ત્યજીજી, ચાર લહી જેણે દૃષ્ટિ; તે લહશ્ય હવે પાંચમીજી, સુજસ અમૃત ઘન વૃષ્ટિ. મનર૩
૧. તે ૨. કહે. ૩. કહે ૪. ઝાંટા
૩૫૦
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશીવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org