________________
તત્ત્વશ્રવણ મધુરોદકેજી, ઈહાં હોએ બીજ-પ્રરોહ; ખાર ઉદકસમ ભવ ત્યજેજી, ગુરૂભગતિ અદ્રોહ. મન ૪ સૂક્ષ્મ બોધ તો પણ ઈહાંજી, સમકિત વિણ નવિ હોય; વેદ્ય સંવેદ્યપદે કહ્યોજી, તે ન અવેઘે જોય. મન પ વેદ્ય બંધ શિવહેતુ છેજી, સંવેદન તસ નાણ; નય-નિક્ષેપે અતિ ભલુંજી, વેદ્ય સંવેદ્ય પ્રમાણ. મન૦ ૬
તે પદ ગ્રંથિ વિભેદથીજી, છેહલી પાપપ્રવૃત્તિ; તપ્ત લોહ પદ ધૃતિ સમીજી, તિહાં હોએ અંતે નિવૃત્તિ. મન ૭
એહ થકી વિપરીત છેજી, પદ્મ જે અવૈદ્ય સંવેદ્ય; ભવ-અભિનંદી જીવનેજી, તે હોએ વજ્ર અભેદ્ય મન૦ ૮
લોભી કૃપણ દયામણોજી, માચી મચ્છર ઠાણ; ભવ-અભિનંદી ભયભર્યોજી, અફલ આરંભ અયાણ. મન ૯ એહવા અવગુણવંતનુંજી, પદ જે અવેદ્ય કઠોર; સાધુ સંગ આગમ તણોજી, તે જીતે ધરિ જોર. મન ૧૦ તે જીતે સહજે ટલેજી, વિષમ કુતર્ક પ્રકાર;
દૂર
નિકટ હાથી હણેજી, જિમ એ બઠર વિચાર. મન ૧૧ હું પામ્યો સંશય નહીજી,' મૂરખ કરે એ વિચાર; આલસુઆ ગુરૂ શિષ્યનાજી, તે તો વચન પ્રકાર. મન ૧૨
ધીજે તે પતિઆવવુંજી, આપ-મતેં અનુમાન; આગમને અનુમાનથીજી, સાચું લહે સુજ્ઞાન મન૦ ૧૩
૧. છે. ૨. તે જીત્યો ધુરિધોર-ધુરંધો..
આઠ યોગ દૃષ્ટિની સ્વાધ્યાય
Jain Education International 2010_02
For Private & Personal Use Only
૩૪૯
www.jainelibrary.org