________________
ત્રીજું સ્થાનક ચેતન કર્તા', કર્મ તણે છે યોગે રે, કુંભકાર જિમ કુંભ તણો જગ, દંડાદિક સંયોગે રે, નિશ્ચયથી નિજ ગુણનો કર્તા, અનુપચરિત વ્યવહાર રે, દ્રવ્યકર્મનો નગરાદિકનો, તે ઉપચાર પ્રકારે રે. ૬૪ ચોથું થાનક ચેતન ભોક્તા, પુણ્ય પાપ ફલ કેરો રે, વ્યવહાર નિશ્ચય નય દષ્ટ, ભુંજે નિજ ગુણ નેરો રે, પાંચમું સ્થાનક છે પરમ પદ', અચલ અનંત સુખવાસો રે, આધિ વ્યાધિ તન મનથી લહિએ, તસ અભાવે સુખ ખાસો રે. ૬૫ છઠું થાનક મોક્ષ તણો છે, સંજમ જ્ઞાન ઉપાયો રે, જે સહજે લહીએ તો સઘળે, કારણ નિષ્ફલ થાયો રે; કહે જ્ઞાનનય જ્ઞાન જ સાચું, તે વિણ જૂઠી કિરિયા રે, ન લહે રૂ૫ રૂપે જાણી, સીપ ભણી જે રિયા રે. ૬૬ કહે ક્રિયા નય કરિયા વિણ જ, જ્ઞાન તેહ શું કરયે રે ? જલ પસી કર-પદ ન હલાવે, તારૂ તે કિમ તરયે રે ?' દૂષણ ભૂષણ છે ઈહાં બહુલાં, નય એકેકને વાદે રે, સિદ્ધાંતી તે બિહું નય સાધે, જ્ઞાનવંત અપ્રમાદે રે. ૬૭ ઈણિ પરિ સડસઠ બોલ વિચારી, જે સમકિત આરાહે રે, રાગદ્વેષ ટાલી મન વાલી, તે શમ સુખ અવગાહે રે, જેહનું મન સમકિતમાં, નિશ્ચલ, કોઈ નહીં તસ તોલે રે, શ્રીનયવિજય વિબુધપયસેવક, વાચક જ ઈમ બોલે રે. ૬૮
૧. કર્મ તણો છે યોગ રે ૨. જે ૩ છે તે ભોક્તા' ૪. સુખવાસો રે
૩૪૪
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org