________________
ઢાળ અગીયારમી
છ ભાવના રિાગ મલ્હાર, પાંચ પોથી રે ઠવણી પાય વિટણાં – એ દેશી) ભાવીજે રે સમકિત જેહથી રૂઅડું, તે ભાવના રે ભાવો મન કરી પરવડું; જો સમકિત રે તાજું સાજું મૂલ રે, તો વતતરૂ રે દીએ શિવફલ અનુકૂલ રે. પ૬
તૂટક અનુકૂલ મૂલ રસાલ સમકિત, તેહ વિણ મતિ અંધ રે, જે કરે કિરિયા ગર્વભરિયા, તે જૂઠો બંધ રે, એ પ્રથમ ભાવના ગુણો રૂઅડી, સુણો બીજી ભાવના, બારણું સમકિત ધર્મપુરનું, એવી તે પાવના. પ૭
ઢાળ ચાલુ ત્રીજી ભાવના રે સમકિતપીઠ જો દઢ સહી, તો મોટો રે ધર્મપ્રાસાદ ડગે નહીં, પાયે ખોટે રે મોટે મંડાણ ન શોભીએ, તેણે કારણ રે સમકિતશ્ય ચિત્ત થોભીએ. પ૮
થોભીએ ચિત્ત નિત એમ ભાવી, ચોથી ભાવના ભાવીએ, સમકિત નિધાન સમસ્ત ગુણનું એહવું મન લાવીએ; તે વિના છૂટાં રત્નસરિખા, મૂલ ઉત્તર ગુણ સેવે; કિમ રહે? તાકે જેહ હરવા, ચોરજોર ભવોભવે. પ૯
૧, ગુણે
૩૪ર
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org