________________
શ્રી વિજયપ્રભસૂરિ વિરાજઈ, તપગચ્છ કેરા રાયા રે, તસ રાજિ ભવિજન હિત કાજિ, કીધા એહ સક્ઝાયા રે. ૯૮ . શ્રી કલ્યાણવિજય વર વાચક, તપગચ્છ ગયણ-દિગિંદા રે, તાસ સીસ શ્રી લાભવિજય બુધ, આગમ-કઈરવ-ચંદા રે, તાસ સીસ શ્રી જીતવિજય બુધ, શ્રી નયવિજય મુણિદા રે, વાચક જસવિજય તસ સીસઈ, ગણિયા સાધુ-ગુણ વૃંદા રે. ૯૯ જે ભાવઈ એ ભણસ્વઈ ગણસ્થઈ, તસ ઘરિ મંગલમાલા રે, સુકુમાલા બાલા ગુણવિશાલા, મોટા મણિમય થાલા રે, બેટા બેટી બંધુર સિંધુર, ધણ કણ કંચણ કોડી રે, અનુક્રમિ શિવલચ્છી તે લહિસ્યઈ, સુક્ત સંપદા જોડી ર. ૧૦૦
કલશ ઈમ આઠ ઢાલ રસાલ મંગલ, હુયા આઠ સુહામણાં, વર નાણ દંસણ ચરણ શુચિ ગુણ, કિયાં મુનિગુણ ભામણાં, જે એહ ભણસ્થઈ, તાસ ફલસ્વઈ ત્રિદશ તરુ ઘરઆંગણાં, શ્રી નયવિજય બુધ ચરણ સેવક, જસવિજય વાચક ભણઈ. ૧૦૧
| ઈતિ શ્રી મહોપાધ્યાય શ્રી પં. શ્રી જસવિજયગણિત
સાધુવંદના' સંપૂર્ણ.
સંવત ૧૭૬ ૬ વર્ષે ભાદ્રવા વદ ૭ બુધવારે લિખિ. પિત્ર ૮ પંક્તિ ૯ દાબડી ૮૨ નં. ૧૭૬ ફોફલીયાવાડા, પાટણનો ભંડારા
સાધુવેદના
૩૩૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org