SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ગંગામાં હૂઆ કેવલી રે, અસ્નિયસુત વ્રત ધીર; તીર્થ પ્રયાગ થયું સુરઈજી, અર્ચિઉં તાસ શરીર. સોભાગી ૭૦ શીતલ સૂરિ હુયા કેવલીજી, વિલ તસ ચઉ ભાણેજ; દેવિલાસુત્ત કર્માસુતોજી, નિરમલ કેવલ તેજ. સોભાગી. ૭૧ શીલિ સુહંસણ આકરો રે, સિદ્ધિ ગયો જયદેવ; મુનિ સુજાત વલિ મંદિઈ રે, જસ ગુણ ગાઈ દેવ. સોભાગી ૭૨ શરણ હુયો ભવજલ તરિયાજી, ચંડરૂદ્દ તસ સીસ; ધન શાલિભદ્ર મહા રિદ્ધિ ત્યજી રે, જેહની અધિક જગીસ. સો૦ ૭૩ કરગડૂ ગુણ-ગાડૂઉરે, તપસી તસ ચઉપાસ; પન્નરસઈ તાપસ નમું રે, જસ સિરિ ગૌતમ વાસ. સોભાગી. ૭૪ વીર જિણિદ વેચાવચી રે, ધન ધન મુનિ લોહિચ્ચ; બૂઝિઓ ગીત સુણી મુણી રે, ખડ્ડગ પ્રણમું નિચ્ચ. સૌભાગી ૭૫ દપ્રહારિ મુનિ ગાઈઈ રે, વલ્કલચીરી ધીર; પ્રસન્નચંદ્ર રુષિરાજીઓ રે, જસ ગુણ બોલઈ વીર. સોભાગી ૭૬ હાલ ૭ વીર જિણેસર શાસનિ, ગણધર ધીર ઈગ્યારો રે; ઈંદુભૂઈ પભુહા નમું, જે પામ્યા ભવ પારો રે. ૭૭ ગાઈઈ મુનિગુણ ગહગહી. (આંકણી) જંબૂકુમાર મહાવ્રતી, સોભાગી સિરદારો રે; અવર ન મુગતિવધૂ વર્યો, જે પામી ભવતારો રે. ગાઈઈ ૭૮ પ્રભવ સિધ્વંભવ વંદિઈ, જસભદ્દો ભ૬બાહૂ રે; સંસ્કૃતિવિજય વખાણિઈ, ચઉદ પૂરવધર સાહૂ રે. ગાઈઈ ૭૯ ૩૨૮ Jain Education International 2010_02 ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy