________________
એક તુઝ આણશું જેહ રાતા રહે, તેહને એહ નિજ મિત્ર દેખે. આજ ૫ આણ જિનભાણ ! તુઝ એક હુ શિર ધરું, અવરની વાણિ નવિ કાને સુણિએ; સર્વદર્શન તણું મૂલ તુઝ શાસન, તેણે તે એક સુવિવેક થુણિએ. આજ ૬ તુઝ વચનરાગ સુખસાગર હું ગયું, સકલસુરમનુજસુખ એક બિંદુ, સાર કરજો સદા દેવ ! સેવક તણી, તૂ સુમતિકમલિનીવનદિબિંદુ. આજ ૭ શાનયોગે ધરી તૃપ્તિ નવિ લાજિયે, ગાજિયે એક તુઝ વચનરાગે; શક્તિ ઉલ્લાસ અધિકો હુસે તુઝ થકી, તૂ સદા સકલસુખહત જાગે. આજ. ૮ વડતપાગચ્છનંદનવને સુરત, હીરવિજયો જયો સૂરિરાયા; તાસ પાટે વિજયસેનસૂરીસરૂ; નિત નમે નરપતિ જાસ પાયા. આજ ૯ તાસ માટે વિજયદેવ સૂરીસરૂ, પાટ તસ ગુરુ વિજયસિંહ ધોરી; જાસ હિતસીખથી માર્ગ એ અનુસર્યો, જેહથી સવિ ટલી કુમતિચોરી. આજ૧૦
૧. શાસન
૩૧૪
ગુર્જર સાહિત્યસંગ્રહ થશીવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org