________________
દ્વાલ સત્તરમી
[કડખાની દેશી]
આજ જિનરાજ મુજ કાજ સિયાં સર્વ, વીનતી માહરી ચિત્ત ધારી; માર્ગ જો મેં લહ્યો તુઝ પારસથકી, તો હુઈ સમ્પદા પ્રગટ સારી. આજ ૧ વેગલો મત હુજે દેવ ! મુઝ મન થકી, કમલના વનથકી જિમ પરાગો; ચમકપાષાણ જિમ લોહને ખેંચી, મુક્તિને સહેજ तुझ ભક્તિરાગો. આજ ૨
તું વસે જો પ્રભો ! હર્ષભર હીયડલે,
તો સકલ પાપના બન્ધ તૂટે; ઉગતે ગગન સૂરય તણે મણ્ડલે, દહ દિશિ જિમ તિમિરપડલ ફૂટે. આજ ૩
સીંચજે તેં સદા વિપુલ કરુણારસેં, મુઝ મને શુદ્ધમતિકલ્પવેલી; નાણાંસણકુસુમ ચરણવરમંજરી, મુક્તિફલ આપશે તે અકેલી. આજ ૪ લોકસન્ના થકી લોક બહુ વાઉલો, રાઉલો દાસ તે વિ ઉવેખે;
૧, ખેંચસે ૨. તૂટે ૩. બાઉલો
સિદ્ધાંતવિચાર રહસ્ય ગર્ભિત ૩૫૦ ગાથાનું સ્તવન
Jain Education International 2010_02
For Private & Personal Use Only
૩૧૩
www.jainelibrary.org