________________
નવિ માયા ધર્મે નવિ કહેવું, પરજનની અનુવૃત્તિ; ધર્મવચન આગમમાં કહિયે, કપટ રહિત મનવૃત્તિ. ધન ૧૩ સંયમ વિણ સંયતતા થાપે, પાપભ્રમણ તે ભાખ્યો; ઉત્તરાધ્યયને સરલસ્વભાવે, શુદ્ધપ્રરૂપક દાખ્યો. ધન ૧૪ એક બાલ પણ કિરિયાનયે તે, જ્ઞાનનયે નવિ બાલા; સેવા યોગ્ય સુસંયતને તે, બોલે ઉપદેશમાલા. ધન ૧૫ કિરિયાનયે પણ એક બાલ છે, જે લિંગી મુનિરાગી; જ્ઞાનયોગમાં જસ મન વરતે, તે કિરિયા સોભાગી. ધન ૧૬ બાલાદિક અનુકૂલ ક્રિયાથી, આપે ઇચ્છાયોગી; અધ્યાતમમુખ યોગ અભ્યાસે, કિમ નવિ કહિયે યોગી ? ધન૧૭ ઉચિતક્રિયા નિજ શક્તિ છાંડી, જે અતિવેગે ચઢતા; તે ભવયિતિપરિપાક થયા વિણ, જગમાં દીસે પડતો. ધન ૧૮ માએ મોટાઈમાં જે મુનિ, ચલવે ડાકડમાલા; શુદ્ધપ્રરૂપક ગુણ વિણ ન ઘટે, તસ ભવઅરહટમાલા. ધન૧૯ નિજ ગણ સંચે મન નવિ ખંચે, ગ્રંથ ભણી જન વંચે; ઉંચે કેશ ન મુંચે માયા, તો વ્રત ન રહે પંચે. ધન, ૨૦ યોગગ્રંથના ભાવ ન જાણે, જાણે તો ન પ્રકાશે; ફોકટ મોટાઈ મન રાખે, તસ ગુણ દૂરે નાસે. ધન, ૨૧ મેલે વેશે મહીયલ મ્હાલે, બક પર નીચો ચાલે, જ્ઞાન વિના જગ ધંધે ઘાલે, તે કિંમ મારગ ચાલે ? ધન૨૨
૧. કહવું ૨. નિજ શકર્તે ૩. શુદ્ધ પ્રરૂપણ ૪. જાણતો સિદ્ધાંત વિચાર રહસ્ય ગર્ભિત ૩૫૦ ગાથાનું સ્તવન
૩૦૭
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org