________________
જ્ઞાનવન્ત જ્ઞાનીશું મિળતાં, તનમનવચને સાચા; દ્રવ્ય ભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા. ધન ૩ મૂલ ઉત્તર ગુણ સંગ્રહ કરતા, તજતા ભિક્ષાદોષો; પગ પગ વૃતદૂષણ પરિહરતા, કરતાં સંયમપોષો. ધન. ૪ મોહ પ્રતે હણતાં નિત્ય આગમ, ભણતાં સદ્ગુરુ પાસે; દૂષમકાલે પણ ગુણવત્તા, વરતે શુભઅભ્યાસે. ધન, ૫ છઠું ગુણઠાણું ભવઅડવી, ઉલ્લંઘણ જેણે લહિ, તસ સોભાગ સકલ મુખ એકે, કિમ કરિ જાએ કહિઉં? ધન, ૬ ગુણઠાણાની પરિણતિ જેહની, ન છિપે ભવજંજાલે; રહે શેલડી ઢાંકી રાખી, કેતો કાલ પાલે ? ધન ૭ તેવા ગુણ ધરવા અણધીરા, જો પણ સૂધે ભાખી; જિનશાસન શોભાવે તે પણ, સુધા સંવેગપાખી. ધન ૮ સદુહણા અનુમોદન કારણ, ગુણથી સંયમકિરિયા; વ્યવહારે રહિયા તે ફરસે, જે નિશ્ચયનયદરિયા. ધન ૯ દુઃકરકાર થકી પણ અધિકા, જ્ઞાનગુણે ઈમ હો; ધર્મદાસગણિવચને લહિયે, જેહને પ્રવચનનેહો, ધન, ૧૦ સુવિહિત ગ૭ કિરિયાનો ધોરી, શ્રીહરિભદ્ર કહાય; એહ ભાવ ધરતો તે કારણ, મુઝ મન તેહ સુહાય. ધન ૧૧ સંયમઠાણ વિચારી જોતાં, જે ન લહે નિજ સાખે, તો જૂઠું બોલીને દુરમતિ, શું સાધે ગુણ પાખે. ધન ૧ર
૧. ત્યજતાં ૨. જે ૩ એહો
૩૦૬
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org