________________
માર્ગ તે સમયની સ્થિતિ તથા, સંવિજ્ઞબુધની નીતિ; એ દોઈ અનુસારે ક્રિયા, જે પાલે હો તે ન લહે ભીતિ. સા૦ ૪ સૂત્રે ભણ્યું પણ અન્યથા, જુદું જ બહુગુણ જાણ; સંવિવિબુધ આચર્યું, કાંઈ દીસે હો કાલાદિપ્રમાણ, સા૰ પ કલ્પનું ધરવું ઝોલિકા, ભાજને દવરકદાન;
તિથિ પજૂસણની પાલટી, ભોજનવિધિ હો ઇત્યાદિ પ્રમાણ. સા૰ ૬ વવહાર પાંચે ભાખિયા, અનુક્રમે જેહ પ્રધાન;
આજ તો તેહમાં જીત છે, તે ત્યજિયેં હો કિમ વિગર નિદાન ? સા૦ ૭
શ્રાવક મમત્વ અશુદ્ધ વલી, ઉપકરણ વસતિ આહાર; સુખશીલ જન જે આચરે, નવિ ધરિયે હો તે ચિત્ત લગાર. સા૦ ૮
વિધિસેવના-અવિતૃપ્તિ-શુભ, દેશના-ખલિતવિશુદ્ધિ; શ્રદ્ધા ધર્મ ઇચ્છા ઘણી, ચઉભેĚ હો ઈમ જાણે સુબુદ્ધિ; સા૰ ૯
દેહરાગ છે શુભભોજ્યમાં, જિમ સેવતાંયેં વિરૂદ્ધ; આપદામાંહે રસ જાણને, તિમ મુનિને હો ચરણે તે શુદ્ધ સા૰ ૧૦ જિમ તૃપ્તિ જગ પામે નહીં, ધનહીન લેતો રત્ન; તપ-વિનય-વૈયાવચ્ચ પ્રમુખ તિમ, કરતો હો મુનિવર બહુયત્ન.
સા ૧૧
ગુરુની અનુજ્ઞા લેઈને, જાણતો પાત્ર કુપાત્ર, તિમ દેશના શુદ્ધી ક્રિએ, જિમ દીપે હો નિજ સંયમગાત્ર. સા૦ ૧૨ જે કદાચિત લાગે વ્રતે, અતિચારપંકકલંક
આલોયણું તે શોધતાં, મુનિ ધરે હો શ્રદ્ધા નિઃશંક. સા૰ ૧૩
૧. સૂધી
૩૦૪
Jain Education International 2010_02
ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
For Private & Personal Use Only
www.jainelibrary.org