________________
શુભસંઘયણી રૂપનિધિ, પૂરણ અંગપિંગ, તે સમરથ સહજ ધરે, ધર્મપ્રભાવન ચંગ. ૬ પાપકર્મ વરતે નહીં, પ્રકૃતિસૌમ્ય જગમિત્ત; સેવનીક હોવે સુખે, પરને પ્રશમનિમિત્ત. ૭ જનવિરુદ્ધ સેવે નહીં, જનપ્રિય ધર્મ સૂર; મલિન ભાવ મનથી ત્યજી, કરી શકે અક્ર. ૮ ઈપરલોક અપાયથી, બીહે ભીરૂ જેહ, અપયશથી વલી ધર્મનો, અધિકારી છે તેહ. ૯ અશઠ ન વંચે પર પ્રતે, લહે કીર્તિ વિશ્વાસ; ભાવસાર ઉદ્યમ કરે, ધર્મઠામ તે ખાસ. ૧૦ નિજકાર્ય છાંડી કરી, કરે અન્ય ઉપકાર સુદકિખન્ન જન સર્વને, ઉપાદેય વ્યવહાર. ૧૧ અંગીકૃત ન ત્યજે ત્યજે, લજ્જાળુઓ અકાજ; ધરે દયાલુ ધર્મની,“ દયા મૂલની લાજ. ૧૨ ધર્મમર્મ અવિતથ લહે, સોમદિદ્ધિ મન્ઝર્થી; ગુણસંયોગ કરે સદા, વરજે દોષ અણત્થ. ૧૩ ગુણરાગી ગુણ સંગ્રહે, દૂસે ન ગુણ અનંત; ઉવેખે નિર્ગુણ સદા, બહુમાને ગુણવંત. ૧૪ અશુભકથા કલુષિત મતિ, નાસે રતન વિવેક; ધર્માર્થી સકથ હુએ, ધર્મનિદાન વિવેક. ૧૫
૧. કરે ૨. ભીરૂ, ૩. ધર્મઠાણ ૪. ધર્મને ૫ તથા
૨૯૮
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org