SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ કહે વિધિ ધારણા, ઉભય સૂત્ર જિમ ઠાણ; જિનજી ! તિમ પ્રમાણ સામાન્યથી, નવિ પ્રમાણ અપ્રમાણ. જિનજી ! ૯ અંધ પંગુ જિમ બે મલે, ચાલે ઇચ્છિત ઠાણ; જિનજી ! સૂત્ર અરથ તિમ જાણીયેં, કલ્પભાષ્યની વાણ. જિનજી ! ૧૦ વિધિ-ઉદ્યમ-ભય-વર્ણના, ઉત્સર્ગહ-અપવાદ; જિનજી ! તદુભય અર્થે જાણીયે, સૂત્ર ભેદ અવિવાદ. જિનજી ! ૧૧ એહ ભેદ જાણ્યા વિના, કંખામોહ લહંત; જિનજી ! ભંગન્તરપ્રમુખે કરી, ભાખ્યું ભગવઈતન્ત. જિનજી ! ૧૨ પરિવાસિત વારી કરી, લેપન અશન અશેષ; જિનર્જી ! કારણથી અતિ આદરચાં, પંચકલ્પ ઉપદેશ. જિનજી ! ૧૩ વર્ષાગમન નિવારિઓ કારણે ભાખ્યું તેહ; જિનજી ! ઠાણાંગે શ્રમણી તણું, અવલમ્બાદિક જેહ. જિનજી ! ૧૪ આધાકર્માદિક નહી, બન્ધ તણો એકન્ત; જિનજી! સૂયગડેપ તે કિમ ઘટે, વિણ કૃત્યાદિક તન્ત ? જિનજી ! ૧૫ વિહરમાન ગણધર પિતા, જિનજનકાદિક જેહ; જિનજી ! ક્રમ વલી આવશ્યક તણો, સૂત્ર માત્ર નહીં તેહ. જિનજી ! ૧૬ અર્થ વિના કિમ પામિયે, ભાવ સકલ અનિબદ્ધ ? જિનજી ! ગુરૂમુખ વાણી ધારતાં, હોવે સર્વ સુબદ્ધ. જિનજી ! ૧૭ પુસ્તક અર્થ પરમ્પરા, સઘલી જેહને હાથ; જિનજી ! તે સુવિહિત અણમાનતાં, કિમ રહસે નિજ આથ ? જિનર્જી ! ૧૮ ૧. મિલી ૨. ચલે ૩ તે ૪. નિવારિયું પ, સૂયગડાંગે સિદ્ધાંત-વિચાર રહસ્ય ગર્ભિત ૩૫૦ ગાથાનું સ્તવન Jain Education International 2010_02 For Private & Personal Use Only ૨૯૩ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy