________________
ભાવે જે અહિંસા માને, તે સવિ જોડે ઠામ, ઉત્સર્ગ અપવાદે વાણી, જિનની જાણે જામ. મન. ૧૮ કોઈ કહે ઉત્સર્ગે આણા, છંદો છે અપવાદ; તે મિથ્યા અણપામે અર્થે, સાધારણ વિધિવાદ. મન૧૯ મુખ્યપણે જિમ ભાવે આણા, તિમ તસ કારણ તેહ, કાર્ય ઇચ્છતો કારણ ઇચ્છે, એ છે શુભમતિ રેહ. મન ર૦ કલ્પ વચન કહ્યું અપવાદે, તે આણાનું રે ભૂલ, મિશ્રપક્ષ તો મુનિને ન ઘટે, તેહ નહી અનુકૂલ, મન, ર૧ અપનબંધકથી માંડીને, જાવ ચરમ ગુણઠાણ, ભાવઅપેક્ષાયે જિન આણા, મારગ ભાખે જાણ. મન રર એક અહિંસામાં જે આણા, ભાખે પૂરવ સૂરિ, તે એકાંત મતિ નવિ રહિયે, તિહાં નથવિધિ છે ભૂરિ, મનર૩ આતમભાવ હિંસનથી હિંસા, સઘલા એ પાપાન; તેહથકી વિપરીત, અહિંસા, તાસ વિરહનું ધ્યાન, મન, ૨૪ તસ ઉપાય છે જે આગમમાં, બહુવિધ છે વ્યવહાર, તે નિઃશેષ અહિંસા કહિયે, કારણ ફલ ઉપચાર, મન, રપ જીવ અજીવ વિષય છે હિંસા, નગમના મત જુત્ત, સંગ્રહ વ્યવહારે પાયે પ્રતિજીવે જુસુત્ત. મનર૬ આતમરૂપ શબ્દનય તીને, માને એમ અહિંસ; ઓઘવૃત્તિ જોઈને લહિયે, સુખ જશ લીલ પ્રશંસ, મન, ર૭
૧. જૈદ્યો ૨. અણપામ્ય ૩. યુત
સિદ્ધાંત-વિચાર રહસ્ય ગર્ભિત ૩૫૦ ગાથાનું સ્તવન
૨૯૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org