________________
ચૈત્યપૂજા મુક્તિમારગ, સાધુને કરવી; જિર્ણ કીધી વયર મુનિવર, ચૈત્યવાસ ઠવી. દેવ! ૬ તીર્થઉન્નતિ અન્યશાસન, મલિનતા ટાણે; પૂર્વ અવચિત પુષ્પ મહિમા, તેહ નવિ જાણે. દેવ ! ૭ ચૈત્યપૂજા કરત સંયત, દેવભોઈ કહો; શુભમને પણ માર્ગનાસી, મહાનિશીથે લહ્યો. દેવ ! ૮ પુજકારણ વિના મુનિ નવિ, દ્રવ્ય અધિકારી, ચૈત્યપૂજા ન પામે, ફલ અનધિકારી. દેવ! ૯ આર્ય અનિઅપુર અજ્જા લાભથી લાગા; કહે નિજલાલે અતુપ્તા, ગોચરી ભાગા. દેવ ! ૧૦ ન જાણે ગતશિષ્ય અવમે, શિવિર બળહીણો; સુગુણપરિચિતસંયતીત, પિંડવિધિ લીણો દેવ ! ૧૧ વિગય લેવી નિત્ય સૂજે, લષ્ટ પુષ્ટ ભણે; અન્યથા કિમ દોષ એહનો, ઉદાયન ન ગણે ? દેવ! ૧ર ઉદાયન રાજર્ષિતનું નવિ, શીત લુક્ષ સહે; તેહ વ્રજમાં વિગય સેવે, શું તે ન લહે? દેવ ! ૧૩ લોક આલમ્બન ભરીઓ, જન અસંયતને; તે જગમાં કાંઈ દેખે, ધરે તેહ મને. દેવ! ૧૪ શિથિલ આલમ્બન ગહે મુનિ મંદ સંગી; સંયતાલંબન સુજસ ગુણ, તીવસંવેગી. દેવ! ૧૫
૧. શુભમતિ. ૨. માર્ગ. ૩. અવસે. ૪. પભણે, ઈમ ભણે. ૫. જે જગમાં કોઈ દેખે. ૨૭૮
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org