SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાલ ચોથી [પ્રભુપાસનું મુખડું જોવા, ભવભવનાં પાતીક ખોવા અથવા જાત્તરી એ દેશી] સુણજો સીમન્ધર સ્વામી ! વલી એક કહું સિર નામી; મારગકરતાને પ્રેરે, દુર્જન જે દૂષણ હેરે. ૧ કહે નિજ સાખે વ્રત પાલો, પણ ધર્મદેશના ટાલો; જનમેલ્યાનું શું કામ ?, બહુ બોલ્યું નિંદાઠામ.' ૨ ઈમ કહેતાં મારગ ગોપે, ખોટું દૂષણ આરોપે; જે નિર્ભય મારગ બોલે, તે કહ્યો દ્વીપને તોલે. ૩ અજ્ઞાની ગારવ રસિયા, જે જન છે કુમતે ગ્રક્રિયા; તેહનો કુણ તાલણહાર ?, વિણ ધર્મદેશના સાર. ૪ ગીતારથ જયણાવંત, ભવભીરૂ જેહ મહંત, તસ વયણે લોકે તરિયે, જિમ પ્રવહથી ભરદરીએ. પ બીજા' તો બોલી બોલે, શું કીજે નિર્ગુણ ટોલે ? ભાષા કુશીલનો લેખો, જન મહાનિશીથે દેખો. ૬ જનમેલનની નહી ઈહા, મુનિ ભાષે મારગ નીરીહા; જો બહુજન સુણવા આવે, તો લાભ ધરમનો પાવે. ૭ તેહને જો મારગ ન ભાખે, તો અંતરાય ફલ ચાખે; મુનિ શક્તિ છતી નવિ ગોપે વારે તેહને શ્રુત કોર્પ. ૮ નવિ નિંદા મારગ કહેતાં, સમપરિણામે ગહગહતાં; મુનિ અદ્દચરિત મનરંગે, જોઈ લીજે બીજે અંગે. ૯ ૧. બીજો. ૨. બોળે. સિદ્ધાંત-વિચાર રહસ્ય ગર્ભિત ૩૫૦ ગાથાનું સ્તવન Jain Education International 2010_02 For Private & Personal Use Only ૨૭૯ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy