________________
વલિ હરતાલને મનસિલ અંજન, સવિ સુગંધ મનરંજન રે, ધન ધ્વજા એક શત આઠ એ પૂરાં, સાધન સર્વ સનૂરાં રે. ધન ૧૪ સુર એ પૂજાસાધન સાથે, જિન પૂજે નિજ હાથે રે, ધન, સિદ્ધાયતને આપ વિમાને, થુભાદિક બહુ માને રે. ધન૧૫ એહ અપૂરવ દરિશણ દીઠું, સુરતરૂ ફલથી મીઠું રે, ધન એ સંસારસમુદ્ર નાવા, તારણતરણસહાવા રે. ધન૧૬ ઈમ વિસ્મય ભવભવે ગુણરાગે, ઝીલે તેહ અતાગે રે, ધન, રાચે માચે ને વલિ નાચે, ધરમધ્યાન મન સાચે રે ધન૧૭ થઈ થેઈ કરતાં દે તે ભમરી, હર્ષે પ્રભુગુણ સમરી રે, ધન યોગ નિરાલંબન લય આણી, વશ કરતા શિવરાણી રે, ધન૧૮ ઈમ નંદીશ્વરપ્રમુખ અનેરાં, શાશ્વતચૈત્ય ભલેરાં રે, ધન તિહાં જિન પૂજી તે અનુમાને, જનમસફલ નિજ માને રે. ધન૧૯ કલ્યાણક અઠ્ઠાઈ વરસી, તિથિ ચઉમાસી સરખી રે, ધન, તેહ નિમિત્તે સુર જિન અરચે, નિત્ય ભક્તિપણ વિરચે રે. ધન ર૦ ભાવ અખયભાવે જે મલિયો, તે નવિ જાએ ટલિયો રે, ધન ફરિ ત્રાંબુ નવિ હોય નિષેધે, હુઓ હેમરસ વેધે રે ધન, ર૧ એકે જલલવ જલધિ ભલાએ, તો તે અક્ષય થાયે રે, ધન આપભાવ જિનગુણમાંહી આણે, તિમ તે અખયપ્રમાણે રે. ધન. ૨૨ અપુણરૂર અડય વડવૃત્તેિ, ઈમ સુર ભાવે ચિત્તે રે, ધન ઈમ જિન પૂજી જે ગુણ આવે, સુજશ લીલ તે પાવે રે. ધન ર૩
૧. હરિઆલ. ૨. જિનપૂજે તે અનમાને. ૩. સરિસી રે. ૪. ભક્તિપણે. ૨૬૬
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org