________________
૧
શ્રીવચ્છ તે તપનીય વિશાલા, હોઠ તે લાલ પ્રવાલા રે; ધન દંત ફટિકમય જીહ દયાલુ, વલી તપનીયનું તાલુ રે. ધન૦ ૪ કનક નાશિકા તિહાં સુવિશેષા, લોહિતાક્ષની રેખા રે; ધન૦ લોહિતાક્ષરેખિત સુવિશાલા. નયન અંક રતનાલા રે. ધન પ અસ્થિપત્તિ ભમુહાવલી કીકી, રિષ્ઠરતનમય નીકી રે; ધન૦ શ્રવણ નિલાડવટી ગુણશાલા, કંચન ઝાકઝમાલા રે. ધન ૬ વજ્રરતનમય અતિહિ સોહાણી, શીશઘડી સુખમાણી રે; ધન૦ કેશભૂમિ તપનીચનિવેશા, રિક્રરતનમય કેશા રે. ધન ૬ પૂંઠે છત્ર ધરે પ્રત્યેકે પ્રતિમા એક વિવેક રે; ધન
દોય પાસે દોય ચામર ઢાલે, લીલાએ જિનને ઉવારે રે. ધન૦ ૮
નાગ ભૂત યક્ષ ને કુંડધારા, આગે દોય ઉદારા રે; ધન૦ તે પડિયા જિનપડિમા આગે, માનું સેવા માર્ગે રે. ધનં ૯ ઘંટ કલશ શૃંગાર આયંસા, ચાલ પાઈ સુપઈદા રે; ધન૦ મણગુલિયા વાયકરગ પ્રચંડા, ચિંતા રયણકરડા રે. ધન૦ ૧૦
હય ગય નર કિન્નર કિંપુરિસા કંઠ ઉરગ વૃષ સરીસા રે; ધન રચણપુંજ વલી ફૂલ ચંગેરી, માલ્ય ને ચૂર્ણ અનેરી રે. ધન ૧૧ ગંધ વસ્ત્ર આભરણ ચંગેરી, સરસવ પુંજણી કેરી રે; ધન૦ ઇમ પુષ્પાદિક પડલ વખાણ્યાં, આગે સિંહાસન જાણ્યાં રે.
ધન ૧૨
છત્ર ને ચામર આગે સમુગ્ગા, તેલ કુભૃત જુગ્ગા રે; ધન૦ ભરિયા પત્ર' ચોયગ સુવિલાસે, તગર એલા શુચિવાસે રે. ધન૦ ૧૩
૧. વિશેષા. ૨. સુહાણી. ૩. ભિંગાર. ૪. પુદિક. પ. પાત્ર.
કુમતિ-મદ-ગાલન શ્રી વીસ્તુતિરૂપ ૧૫૦ ગાથાનું સ્તવન
Jain Education International 2010_02
For Private & Personal Use Only
૨૬૫
www.jainelibrary.org