SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ જાણે સકલ જંતુના, ભવ થકી દાસને રાખ રે; બોલિયા બોલ જે તે ગણું, સફલ જો છે તુજ સાખ ૨. સ્વામી. ૧૧૫ એક છે રાગ તુજ ઉપરિ, તેહ મુજ ઉપરિ, તેહ મુજ શિવતરૂકંદ છે, નવિ ગણું તુજ પરિ અવરને, જો મિલે સુરનર્વાદ રે. સ્વામી. ૧૧૬ તુજ વિના મેં બહુ દુ:ખ લહ્યાં, તુજ મિત્યે તે કિમ હોય રે ? મેહ વિણ માર માર્ચ નહીં, મેહ દેખી માર્ચ સોય રે. સ્વામી. ૧૧૭ મનથી મિલન મેં તુજ કિયો, ચરણ તુજ ભેટવા સાંઈ રે ! કીજીએ જતન જિન ! એ વિના અવર ન વાંછિએ કાંઈ રે. સ્વામી, ૧૧૮ તુજ વચન-રાગ-સુખ આગલે. નવિ ગણું સુરનર શર્મર, કોડી જો કપટ કોઈ દાખવે, નવિ તજું તો તુજ ધર્મ રે સ્વામી. ૧૧૯ તું મુજ હદયગિરિમાં વસે, સિંહ જો પરમ નિરીહર, કુમત માતંગના જૂથથી, તો કિશી પ્રભુ મુજ બીહ રે ? સ્વામી. ૧૨૦ કોડી છે દાસ પ્રભુ! તાહરે, માહરે દેવ તું એક રે, કીજીએ સાર સેવક તણી, એ તુજ ઉચિત વિવેક રે સ્વામી. ૧૨૧ ભક્તિભાવે ઈશ્ય ભાખીએ, રાખીએ એહ મનમાંહી રે, દાસનાં ભવ-દુઃખ વારિએ, તારિએ સો ગ્રહી બાંહી રે સ્વામી, ૧૨૨ બાલ જિમ તાત આગલિ કહે, વિનવું હું તિમ તુજ રે, ઉચિત જાણો તિમ આચરું, નવિ રહ્યું તુજ કિરૂં ગુજ્જ રે. સ્વામી. ૧ર૩. ૧. ઇચ્છિાએ શ્રી સીમંધરસ્વામિની વિનતિરૂપ ન રહસ્ય ગર્ભિત ૨૫૧ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy