________________
દ્રવ્ય-ભાવસ્તવ
ઢાલ આઠમી
[ચોપાઈની દેશી) અવર એક ભાષે આચાર, દયા માત્ર શુદ્ધ જ વ્યવહાર, જે બોલે તે જ ઉત્થાપે, શુદ્ધ કરૂં મુખ ઈમ જપં. ૮૪ જિનપૂજાદિક શુભવ્યાપાર, તે માને આરંભ અપાર; નવિ જાણે ઉતરતાં નઈ, મુનિને જીવદયા કિહાં ગઈ ? ૮૫ જો ઉતરતાં મુનિને નદી, વિધિજોગે નવિ હિંસા વદી; તો વિધિજોગે જિન-પૂજના, શિવ કારણ મત ભૂલો જના. ૮૬ વિષયારંભતણો જિઈ ત્યાગ, તેહથી લહિએ ભવજલ-તાગ; જિનપૂજામાં શુભભાવથી, વિષયારંભ તણો ભય નથી. ૮૭ સામાયિકપ્રમુખે શુભભાવ, યદ્યપિ લહિએ ભવજલ નાવ; તો પણ જિનપૂજાએ સાર, જિનનો વિનય કહ્યો ઉપચાર ૮૮ આરંભાદિક શંકા ધરી, જો જિનરાજ ભક્તિ પરિહરી; દાન માન વંદન આદેશ, તો મુજ સબલો પડ્યો કિલેશ. ૮૯ સ્વરૂપથી દીસે સાવદ્ય, અનુબંધે પૂજા નિરવદ્ય; જે કારણ જિનગુણ બહુમાન, જે અવસર વરતે શુભધ્યાન. ૯૦ જિનવર પૂજા દેખે કરે, ભવિયણ ભાવે ભવજલ તર; છકાયના રક્ષક હોય વલી, એહ ભાવ જાણે કેવલી. ૯૧
૧. મમ ૨. પૂજામાં. ૩. તે.
શ્રી સીમંધરસ્વામિની વિનતિરૂપ ન રહસ્ય ગર્ભિત
૨૪૭
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org