SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ જલ તરતાં જલ ઉપર યથા, મુનિને દયા ન હોએ વૃથા; પુષ્પાદિક ઉપર તિમ જાણ, પુષ્પાદિક પૂજાને ઠાણ. ૯૨ તો મુનિને નહીં કિમ પૂજના, એમ તું શું ચિતે શુભમના ? રોગીને ઔષધ સમ એહ, નીરોગી છે મુનિવર દેહ. ૯૩ દ્રવ્ય-ભાવસ્તવ (ચાલુ) ઢાલ નવમી પ્રથમ ગોવાલ તણે ભવેજી – એ દેશી) ભાવસ્તવ મુનિને ભલોજી, બિહું ભેદે ગૃહી ધાર; ત્રીજે અધ્યયને કહ્યોજી, મહાનિશીથ મઝાર. ૯૪ સુણો જિન ! તુઝ વિણ કવણ આધાર ? એ આંકણી. વલી તિહાં ફલ દાખિયુંજી, દ્રવ્યસ્તવનું રે સાર; સ્વર્ગ બારમું ગેહિનેજી, એમ દાનાદિક ચાર. સુણો. ૯૫ છઠ્ઠ અંગે દ્રૌપદીજી, જિનપ્રતિમા પૂજેઈ; સૂરિયાભ પરે ભાવથીજી, એમ જિન વીર કહેઈ. સુણો. ૯૬ નારદ આવ્યું નવિ થઈજી, ઉભી તેહ સુજાણ; તે કારણે તે શ્રાવિકાજી, ભાપે આલ અજાણ. સુણો. ૯૭ જિનપ્રતિમા આગલ કહ્યોજી, શકસ્તવ તેણિ નારિ, જાણે કુણ વિણ શ્રાવિકાજી, એહવિધ હૃદય વિચારિ સુણો. ૯૮ પૂજે જિનપ્રતિમા પ્રતેજી, સૂરિયાભ સુરરાય; વાંચી પુસ્તક રત્નનાંજી, લેઈ ધરમ વ્યવસાય. સુણો. ૯૯ ૨૪૮ ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy