________________
શુભ અશુભ વસ્તુ સંકલ્પથી, ધરે જે નમાયા; તે ટલે સહજ સુખ અનુભવે, પ્રભુ આતમરાયા. શુદ્ધ ૪૩ પર તણી આશ વિષવેલડી, ફલે કર્મ બહુભાંતિ; જ્ઞાનદહને કરી તે દહે, હોએ એક જે જાતિ. શુદ્ધ ૪૪ રાગદોષ રહિત એક જે, દયા શુદ્ધ તે પાલે; પ્રથમ અંગે એમ ભાષિયું, નિજ શક્તિ અજૂઆલે. શુદ્ધ ૪૫ એકતાજ્ઞાન નિશ્ચયદયા, સુગુરૂ તેહને ભાખે; જેહ અવિકલ્પ ઉપયોગમાં, નિજ પ્રાણને રાખે. શુદ્ધ ૪૬ જેહ રાખે પર પ્રાણીને, દયા તાસ વ્યવહાર નિજ દયા વિણ કહો પર દયા, હોએ કવણ પ્રકારે ?' શુદ્ધ ૪૭ લોક વિણ જિમ નગરદની, જિમ જીવ વિણ કાયા; ફોક તિમ જ્ઞાન વિણ પરદયા, જિસી નટ તણી માયા. શુદ્ધ ૪૮ સર્વ આચારમય પ્રવચને, ભણ્યો અનુભવયોગ; તેહથી મુનિ વમે મહિને, વલી અરતિ રતિ શોગ. શુદ્ધ૪૯ સૂત્ર અક્ષર પરાવર્તના, સરસ શેલડી દાખી; તાસ રસ અનુભવ ચાખીએ, જિહાં એક છે શાખી. શુદ્ધ પ૦ આતમરામ અનુભવ ભજો, તજ પર તણી માયા; એહ છે સાર જિનવચનની, વળી એહ શિવછાયા. શુદ્ધ ૫૧
૧. સરખાવોઃ ફાળ વત્ત, પૂર્વ નાઇવિંનત્ત ! तइया तस्स परसु, अणुकंपा नत्थि जीवंम् ॥
શ્રી ઉપદેશમાલા પ્રકરણ, ગાથા ૪૩૪ ૨. તેહ. શ્રી સીમંધરસ્વામિની વિનતિરૂપ નરહસ્ય ગર્ભિત
૨૪૧
૨૪૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org