________________
પુદ્ગલકર્માદિક તણો, કર્તા વ્યવહારે;
કર્તા ચેતન કર્મનો, નિશ્ચય સુવિચારે. આતમ ૩૫
કર્તા શુદ્ધસ્વભાવનો, નય શુદ્ધે કહીએ; કર્તા પરપરિણામનો, બેઉ કિરિયા ગ્રહીએ. આતમ ૩૬
શુદ્ધ નય વિચાર
ઢાલ ચોથી
વીરમતી પ્રીતિ કારણી
એ દેશી)
શિષ્ય કહે જો પરભાવનો, અકર્તા કહ્યો પ્રાણી; દાન-હરણાદિક કિમ ઘટે ? કહે સદ્ગુરુ વાણી. ૩૭
શુદ્ધનય અર્થ મનિ ધારીએ. એ આંકણી.
ધર્મ નવિ ક્રિએ નવિ સુખ ક્રિએ, પર જંતુને દેતો; આપ સત્તા રહે આપમાં, એમ હૃદયમાં ચેતો. શુદ્ધ ૩૮ જોગવશે જે પુદ્ગલ ગ્રહ્યા, નવિ જીવના તેહ; તેહથી જીવ છે જૂજૂઓ, વલી જૂજૂઓ દેહ. શુદ્ધ૦ ૩૯ ભક્તપાનાદિ પુદ્ગલ પ્રતે, ન દિએ છતિ વિના પોતે; દાનહરણાદિ પર જંતુને, એમ નવ ઘટે જોતે. શુદ્ધ ૪૦ દાનહરણાદિક અવસરે, શુભ અશુભ સંકલ્પે; ક્રિએ હરે તેં નિજ રૂપને, મુર્ખ અન્યથા જલ્પે. શુદ્ધ ૪૧ અન્યથા વચન અભિમાનથી, ફરી કર્મ તું બાંધે; જ્ઞાયકભાવ જે એકલો, ગ્રહે તે સુખ સાધે. શુદ્ધ ૪૨
૨૪૦
ગુર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
Jain Education International 2010_02 For Private & Personal Use Only
www.jainelibrary.org