________________
પરઘર જોતાં રે ધર્મ તમે ફરો, નિજઘર ન લો રે ધર્મ જિમ નવિ જાણે રે મૃગ કસ્તૂરી, મૃગમદપરિમલમર્મ. થી ૧૨ જિમ તે ભૂલો રે મૃગ દિશિ દિશિ, ફરે લેવા મૃગમદગંધ; તિમ જગ ઢંઢે રે બાહિર ધર્મને, મિથ્યાદષ્ટી રે અંધ. શ્રી. ૧૩ જાતિબંધનો રે દોષ ન આકરો, જે નવિ દેખે રે અર્થ, મિથ્યાદેખી રે તેથી આકરો, માને અર્થ અનર્થ. શ્રી૧૪ આપપ્રશંસે રે પરગુણ ઓલવે, ન ધરે ગુણનો રે લશ; તે જિનવાણી રે નવિ શ્રમણે સૂર્ણ, દિએ મિથ્યા ઉપદેશ. શ્રી. ૧૫ જ્ઞાનપ્રકાશે રે મોહતિમિર હરે, જેહને સરૂ સૂર; તે નિજ દેખે રે સત્તા ધર્મની, ચિદાનંદ ભરપૂર. શ્રી. ૧૬ જિમ નિરમલતા રે રતનસ્ફટિક તણી, તિમ એ જીવ સ્વભાવ; તે જિન વીરે રે ધર્મ પ્રકાશીઓ, પ્રબલ કષાય અભાવ. શ્રી. ૧૭ જિમ તે રાતે રે ફૂલે રાતડું, શ્યામ ફૂલથી રે શ્યામ; પાપપુણ્યથી રે તિમ જગ જીવને, રાગદ્વેષ પરિણામ. શ્રી. ૧૮ ધર્મ ન કહિએ રે નિ તેહને, જેહ વિભાવ વડવ્યાધિ, પહેલે અંગે રે એણીપેરે ભાષિયું, કરમે હોએ ઉપાધિ. શ્રી. ૧૯ જે જે અંશે રે નિરૂપધિકપણું, તે તે જાણી રે ધર્મ, સમ્યગ્દષ્ટી રે ગુણઠાણા થકી, જાવ લહે શિવશર્મા શ્રી. ર૦ એમ જાણીને રે જ્ઞાનદશા ભજી, રહીએ આપ સ્વરૂપ; પરપરિણતિથી રે ધર્મ ન છાંડિએ, નવિ પડિએ ભવકૂપ. શ્રી. ર૧
શ્રી સીમંધરસ્વામિની વિનતિરૂપ નવરહસ્ય ગર્ભિત
- ૨૭.
૨૩૭
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org