SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ જે અભિમાન રહિત તે સાખી, શક્તિ ક્રિયામાં તે છે આખી; ક્રિયા જે શુભ જોગે માંડે, ખેદાદિક દૂષણ સવિ છાંડે. મોહના ૭ ભૂખ ન ભાંજે ભોજન દીઠે, વિણ ખાંડે તુષ વ્રીહી ન ની; માંજ્યા વિણ જિમ પાત્ર ન આછું, કિરિયા વિણ તિમ સાધન પાછું. મોહના૦ ૮ મોક્ષ રૂપ આતમ નિરધારી, નવિ થાક્યા જિનવર ગણધારી; ક્રિયા-જ્ઞાન જે અનુક્રમે સેવે, સુજસ રંગ તેહને પ્રભુ દેવે. મોહના ૯ ઢાલ ચોથી બેડલે ભારે મરું છું રાજ એ દેશી) નિશ્ચય કહે વિણ ભાવ પ્રમાણે, કિરિયા કામ ન આવે; આવ્યો ભાવ તો કિરિયા થાકી, ધાયાં જિમણ ન ભાવે; માનો બોલ હમારો રાજ, તાણાતાણ ન કીજે. ૧ શ્રમણ હુઈ ગણધર પ્રવ્રજ્યા, મિલે તે ભાવ પ્રમાણે; લિંગ પ્રયોજન-જન-મનરંજન, ઉત્તરાધ્યયને વખાણે. માનો ૨ નિજ પરિણામજ ભાવ પ્રમાણ્યો, વલી ઓઘનિયુક્ત; આતમ સામાયિક ભગવઈમાં ભાખ્યું તે જુઓ જુગતેં. માનો. ૩ નય વ્યવહાર કહે સવિ શ્રુતમાં, ભાવ કહ્યો તે સાચો; પણ ક્રિયાથી તે હોએ જાચો, કિરિયા વિણ હોએ કાચો. માનો ૪ ભાવ નવો કિરિયાથી આવે, આવ્યો તે વલી વાધે; નવ પડે-ચડે ગુણશ્રેણ, તેણે મુનિ કિરિયા સાધે. માનો પ ૧. ખેદાદિઅડ દૂષણ તે છાંડે. ૨. સુજસ રંગ પ્રભુ તેહને દેવે. ૩. પ્રમાણો ૨૩૪ Jain Education International 2010_02 ગૂર્જર સાહિત્યસંગ્રહ ત્યશોવાણી) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy