________________
નિશ્ચય ને વ્યવહાર, તણી ચર્ચા ઘણી રે, તણી જાણે પણ જન તાણે, દિલરૂચી આપણી રે, દિલ
સ્યાદવાદ ઘર માંહિં, ઘડ્યા હોય ઘોડલા રે, ઘડ્યા દેખે પક્ષ ઉવેખે, તે જગ થોડલા રે. તે જગ ૪ માંહો માંહિં તે બિહુ જેમ, નય ચરચા કરે રે, નય. ભરતક્ષેત્રના ભાવિક, શ્રાવક મન ધરે રે, શ્રાવક તિમ હું કાંઈક ઢાલ, રસાલ દાખવું રે; રસાલ૦ પણ તુજ વચન પ્રમાણ, તિહાં મુજ ભાખવું રે. તિહાં ૫
હાલ બીજી
[અહો મતવાલે સાજના – એ દેશી]. નિશ્ચય નયવાદી કહે, એક ભાવ પ્રમાણ છે સાચો રે; વાર અનંતી જે લહી, તે કિરિયામાં મત નાચો રે ચતુર સનેહી સાંભલો. એ આંકણી. ૧ ભરત ભૂપ ભાવે તર્યો, વલી પરિણામે મરૂદેવા રે, નૈવેયક ઉપર નહી ફલે, દ્રવ્ય ક્રિયાની સેવા રે. ચતુર૦ ૨ નય વ્યવહાર કહે તુમે, કિમ ભાવ ક્રિયા વિણ લહસો રે, રતન શોધ શતપુટ પરિ, ક્રિયા તે સાચી કહઠ્યો રે. ચતુર ૩ એક સહેજે એક યત્નથી, જિમ ફલ કેરે પરિપાકો રે, તિમ કિરિયા પરિણામનો, જગ ભિન્ન ભિન્ન છે વાલો રે. ચતુર૦ ૪ સહેજે ફલ અડે પામશું, એમ ગલિઆ બલદ જે થાયે રે, સહેજે તૃપતા તે હુશે, કાં અન્ન કવલ કરી ખાએ રે. ચતુર ૫ ૧. નવ જાણે ૨. ઘડીયા દો ઘોડલા રે ૩. બેયનય ૨૨૨
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org