________________
અવયવ સવિ સુંદર હોય દેહે, નાકે દીસે ચાઠો, ગ્રંથજ્ઞાન અનુભવ વિણ તેહવું, શુક કિસ્યો શ્રુતપાઠો રે, . ૭ સંશય નવિ ભાંજે શ્રુતજ્ઞાને અનુભવ નિશ્ચય જેઠો, વાદવિવાદ અનિશ્ચિત કરતો, અનુભવ વિણ જાય હેઠો રે, મુ. ૮ જિમજિમ બહુશ્રુત બહુજન સંમત, બહુલ શિષ્યનો શેઠો; તિમતિમ જિનશાસનનો વયરી જો નવિ અનુભવ નેઠો રે, મુ. ૯ માહરે તો ગુરુચરણ-પસાર્યું, અનુભવ દિલમાંહિ પેઠો; ઋદ્ધિવૃદ્ધિ પ્રગટી ઘટમાંહિ, આતમ રતિ હુઈ બેઠો રે, મુ. ૧૦ ઉગ્યો સમતિ રવિ જલહલતો, ભરમતિમિર સવિ નાઠો; તગતગતા દુર્નય જે તારા, તેહનો બળ પણ ધાઠો રે, મુ. ૧૧ મેરૂધીરતા સવિ હરી લીની રહ્યો તે કેવળ ભાઠી; હરિ સુરઘટ સુરતરૂ કી શોભા, તે તો માટી કાઠો રે, મુ. ૧૨ હરવ્યો અનુભવ જોર હતો કે, મોહમલ્લ જગ લુંઠો, પરિ પરિ તેહના મર્મ દેખાવી, ભારે કીધો ભુઠો રે. મુ૧૩ અનુભવ ગુણ આવ્યો નિજ અંગે, મિટ્યો રૂપ નિજ માઠો; સાહિબ સન્મુખ સુનજરે જોતાં, કોણ થાયે ઉપરાંઠો રે, મુ. ૧૪ થોડે પણ દંભે દુઃખ પામ્યા, પીઠ અને મહાપીઠો; અનુભવવંત તે દંભ ન રાખે, દંભ ધરે તે ધીઠો રે, મુ. ૧૫ અનુભવવંત અદંભની રચના, ગાયો સરસ સુકંઠો, ભાવ સુધારસ ઘટઘટ પીયો; હુઓ પુરણ ઉતકંઠો રે, મુ. ૧૬
(શ્રીપાળ રાસ : ખંડ ૪, પ્રશસ્તિ)
૧૯૬
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org