________________
સ્વજન કુટુમ્બ છે કારમુંજી, કારમો સહુ સંસાર; ભવોદધિ પડતાં માહોજી, તું તારક નિરધાર. સુખ૦ ૩ ધન્ય તિહાંના લોકજી, જે સેવે તુમ પાય; પ્રહ ઊઠીને વાંદરાજી, મુજ મનડું નિત્ય ધાય. સુખ૦ ૪ કાગળ કાંઈ પહોંચે નહીંછ, કિમ કહું મુજ અવદાત; એક વાર આવો અહીંજી, કરું દિલની સવિ વાત. સુખ. ૫ મનડામાં ક્ષણ ક્ષણ રમજી, તુમ દરિસણના કોડ, વાચક રસ કરે વિનતિજી, અહોનિશ બે કર જોડ. સુખ૦ ૬
મુજ સાહિબ જગનો તૂઠો (આનંદગાન) (રાગ ધનાશ્રી કુણીયો ઘુણીયો રે પ્રભુ તું સુરપતિ જિન ધુણીયો. - એ દેશી તુઠો તુઠો રે મુજ સાહીબ જગનો તુઠો; એ શ્રીપાળનો રાસ કરતાં, જ્ઞાન અમૃતરસ બુઠો રે, મુ. ૧ પાસમાં જિમ વૃદ્ધિનું કારણ; ગોયમનો અંગુઠો, જ્ઞાનમાંહિ અનુભવ તિમ જાણો તે વિણ જ્ઞાન તે જુઠો રે, મુ. ર ઉદઉપયોતકલ્પજ્ઞાન તિહાં, ત્રીજો અનુભવ મીઠો; તે વિણ સકળ તૃષા કિમ ભાજે, અનુભવ પ્રેમ ગરીઠો રે, મુ. ૩ પ્રેમ તણી પરે શીખો સાધો, જોઈ સેલડી સાંઠો; જિહાં ગાંઠ તિહાં રસ નવિ દીસે, જિહાં રસ તિહાં નવિ ગાંઠો રે, મુ. ૪ જિનહીં પાયા તિનહી છિપાયા, એ પણ એક છે ચીઠો; અનુભવ મેરૂ છિપે કિમ મહોતો, તે તો સઘળે દીઠો રે, મુ. ૫ પુરવ લિખિત લિખે સવિ લેઈ, મસી કાગળ ને કાઠો; ભાવ અપુરવ કહે તે પંડિત, બહુ બોલે તે બાંઠો રેમુ. ૬ વિશિષ્ટ જિન સ્તવનો
૧૯૫
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org