SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગર મંડન શ્રી મહાવીર જિન સ્તવન, (૧) કોઈક વિધિ જોતાં થકાં રે – એ દેશી] શ્રી વર્ધમાન જિન રાજીઆરે. રાજનગર શણગાર રે, સુખદરીઆ ! વાલેસર ! સુણો વિનતી રે, તું મુજ પ્રાણ આધાર રે. ગુણભરીઆ : ૧ તુજ વિણ હું ન રહી શકું કે, જિમ બાલક વિણ માત રે, સુખ ગાઈ દિન અતિવાહીએ ૨, તાહરા ગુણ અવદાત રે. ગુણ૦ ૨ હવે મુજ મંદિર આવીયે રે, મ કરી દેવ ! વિલંબ રે, સુખ, ભાણા ખડખડ કુણ અમે રે, પૂરો આશ્યા (અલંબ રે. ગુણ ૩ મનમંદિર છે માહરૂ રે, પ્રભુ! તુઝ વસવા લાગ રે સુખ માયાકંટક કાઢીઆ રે, કીધો કોધ-રજ ત્યાગ રે ગુણ ૪ પ્રગટી સુરૂચિ સુવાસના રે, મૃગમદ મિશ્ર કપૂર રે, સુખ ધૂપ ઘટી ઈહાં મહમહે રે, શાસન શ્રદ્ધા પૂર રે. ગુણ, પ કિરિયા શુદ્ધ બિછાવણાં રે, તકિઆ પંચ આચાર રે, સુખ, ચિહું દિશિ દીવા ઝગમગે રે, જ્ઞાન રતન વિસ્તાર રે. ગુણ૦ ૬ અધ્યાતમધજ લહલો રે, મણિતોરણ સુવિવેક રે; સુખ, ગમાં પ્રમાણ ઈહાં ઓરડા રે, મણિ પેટી નય ટેક. ગુણ ૭ ધ્યાન-કુસુમ ઈહાં પાથરી રે, સાચી સમતા-સેજ રે, સુખ, ઇાં આવી પ્રભુ! બેસીએ રે, કીજે નિજ ગુણ હેજ ૨. ગુણ૦ ૮ મનમંદિર જો આવશ્યો રે, એક વાર ધરી પ્રેમ રે, સુખ, ભગતિભાવ દેખી ભલો રે, જઈ શક્યો તો કેમ રે ? ગુણ, ૯ ૧૮૪ ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy