________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિન સ્તવન
(૨)
શ્રી શંખેશ્વર પાસજી, અવધારો અરદાસ; જિનજી દિલમાં દેવ દયા કરી, ક્રિઓ નિજ ચરણે વાસ; જિનજી...૧ તું મુઝ મનમાંહિ વસ્યો, જિમચાતકચિત્ત મેહ; જિનજી નિતનિત નવલા ઉલ્લસે, તુઝસ્યું ધર્મ સનેહ; જિનજી...૨ તૂહિં તૂહિં સૂંહિ કરું, દિલમાં કરૂણા આણિ; જિનજી સેવકનઈં કિમ યાચતાં, કીજઈ તાણાતાણિ; જિનજી...૩ કેડ ન છોડું થોડલે, આપ્યા વિણ શિવ સુકખ; જિનજી ભોજન વિણ ભાંજે નહિં, ભામણડે જગિ ભૂખ, જિનજી...૪
હું રાગી તુઝ ઉપરિ, નીરાગી તું દેવ; જિનજી ભગતિ રસે જો રીઝસ્યો તો મિલસ્યે એ ટેવ જિનજી...પ
ભગતિરીઝિયો બહુ ફલે, સુરમણિ પણ પાષાણ, જિનજી જાણે ત્રિભુવન રાજીઓ, તું સવિ ચતુર સુજાણ; જિનજી...૬
ઉચિત હુઈ તિમ આચરો, હું તો તોરો દાસ; જિનજી આસંગાને આસનો, નવિ દીસે સહવાસ; જિનજી....૭
મુઝ મન તુઝ ગુણ રંજિયો, ન કરે અન્ય પ્રવેશ; જિનજી બાઉલ બીજ ગ્રહે નહીં, નંદન ચંદન દેશ; જિનજી...૮
જે તુઝને છાંડી કરી, ચાહે પરનો સાથ; જિનજી સુરતરુ છોડીને દિયે, તે તો બાઉલો બાથ; જિનજી...૯
* હસ્તલિખિત પ્રતને આધારે અહીં પ્રથમવાર પ્રકાશિત થાય છે.
૧૭૮
Jain Education International 2010_02
ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
For Private & Personal Use Only
www.jainelibrary.org