SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યું વીનવીયે તુઝ પ્રતિ, ઘણુ ઘણેરું ગુજ્મ; જિનજી સવિ જાણે તેં સાહિબો, પૂરો આશા મુજ્ડ..જિનજી...૧૪ પામે ધરતો પાસજી, ચરણકમલ તુઝ રાગ; જિનજી શ્રી નયવિજય વિબુધ તણો, સેવક સુજસ પરાગ...જિનજી...૧૫ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિન સ્તવન શ્રી ચિંતામણી પાર્શ્વજી રે ! વાત સુણો એક મોરી રે; માહરા મનના મનોરથ પૂરજો, હું તો ભક્તિ ન છોડું તોરી રે. શ્રી ૧ માહરી ખિજમતમાં ખામી નહિ રે, તાહરે ખોટ ન કાંઈ ખજાને રે; હવે દેવાની શી ઢીલ છે ? કહેવું તે કહીએ છાને રે. શ્રી ૨ તેં ઉરણ સવી પૃથિવી કરી રે, ધન વરસી વરસીદાને રે; માહરી વેળા શું એહવા, દીઓ વાંછિત વાળો વાન . શ્રી ૩ હું તો કેડ ન છોડું તાહરી રે, આપ્યા વિણ શિવસુખ સ્વામી રે; મૂરખ તે ઓછે માનશે, ચીંતામણી કરતલ પામી રે. શ્રી ૪ મત કહો તુજ કર્મે નથી રે, કર્મે છે તો તું પામ્યો રે; મુજ સરીખા કીધા મોટકા, કહો તેણે કાંઈ તુજ થામ્યો . શ્રી પ કાલ સ્વભાવ ભવિતવ્યતા રે, તે સઘળા તારા દાસો રે; મુખ્ય હેતુ તું મોક્ષનો, એ મુજને સબલ વિશ્વાસો રે. શ્રી ૬ અમે ભક્ત મુક્તિને પંચશું રે, જિમ લોહને ચમક પાષાણો રે; તુમ્હે હેજે હસીને દેખશો, કહસો સેવક છે સપરાણો રે. શ્રી ૭ ભક્તિ આરાધ્યા ફળ દીએ રે, ચિંતામણી પણ પાષાણો રે; વળી અધિકું કાંઈ કહાવશો, એ ભદ્રક ભક્તિ તે જાણો રે. શ્રી ૮ ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) ૧૭૬ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy