SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ તુજ મુખ દેખી હરખિએ, જિમ વિધુ દેખી ચકોર, જિનજી તુઝ કરુણાથી માચિએ, મેહ થકી જિમ મોર.જિનજી..૩ તુઝ છોડી પરનઈ, ભજે વાંકો દુર્જન ખૂટ, જિનજી કાખ સેલડી છાંડતો, કાંટે રાચે ઊંટ. જિનજી....૪ રસિઆ તો ખસિઆ નહીં, તુઝથી સજ્જન લોક, જિનજી સુરતરુ છાંડી કુણ કરે, બાઉલ સેવા ફોક...જિનજી...૫ જે તુઝસ્યું રાતા નહીં, તે તો કઠિન કઠોર, જિનજી ગુણ નવિ જાણે નિરગુણી, માણસ રૂપે ઢોર...જિનજી...૬ તું ચિંતામણિ સુરતરુ, કામ કુંભ તું આપ; જિનજી મિત્ત તૃહિં તું સાહિબા, તું બંધવ – બાપ...જિનજી...૭ ભવસાયરમાં હું મિઓ, પામિયો બહુવિધ દુકખ, જિનજી ભવભાવઠ ભાંજી હવે, દીજે શિવપદ સુકખ જિનજી...૮ સંઘ મિલે છે સામટાં, કરવા તાહરી યાત્ર; જિનજી મનહ મનોરથ પૂરતો, તું છઈ ગુણમણિ પાત્ર.જિનજી...૯ મુઝ મનમાંહિં તાહરો, લાગો ગુણનો વેધ, જિનજી એક દેવ તું આદર્યો, કીધો અવર નિષેધ...જિનજી..૧૦ દોલતદાતા દીપતો, દોહગ ભંજન દેવ જિનજી પ્રકટ પ્રતાપી જાગતો, તું દીસઈ નિતમેવ..જિનજી...૧૧ કલ્યાણક દશમી દિને, આરાધિઓ જગભાણ, જિનજી ભાવવંત જનને દિયે, તું બહુવિધ કલ્યાણજિનજી...૧૨ પરસુરના જિહાં આથમ્યા, કલિયુગમાંહિં પ્રતાપ જિનજી સમરિઓ સાદ દિયે સદા, તિહાં પણિ પ્રભુ તું આપ જિનજી. ૧૩ વિશિષ્ટ જિન સ્તવનો ક, ૧૭૫ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy