________________
ભાવ પૂજા એમ સાચવીજી, સત્ય વજાઓ રે ઘંટ; ત્રિભુવન માંહે તે વિસ્તરેજી ટાલે કર્મનો કંટ, સુહંકર ! ૧૫ એણી પર ભાવના ભાવતાંજી, સાહેબ જશ સુપ્રસન્ન જનમ સફલ જગ તેહનોજી, તે પુરુષ ધન ધન, સુહંકર ! ૧૬ પરમ પુરુષ પ્રભુ સામલાજી, માનો એ મુજ સેવ; દૂર કરો ભવ આમલાજી, વાચક જશ કહે દેવ; લુહંકર ! ૧૭
(૩) પાર્શ્વનાથ જિન સ્તવન
રિાગ ધમાલ નયરી વાણારસી જાણીયે હો, અશ્વસેન કુલચંદ, વામાનંદન વંદીયે હો, પાસજી સુરતરૂ કંદ, બલ જાઉં. પરમેસર નિત્ય ગુણ ગાઈયે હો, અહો મેરે લલના રે ગાવત શિવસુખ પાઈયે હો. એ આંકણી ૧ ફણિધર લંછન નવ કર જિનજી, સબલ ઘનાઘન સાર, બલ૦ સંજમ લેઈ શત તીનશું છે, સવિકહે તું ધન્ય ધન્ય; પર૦ ૨ વરસ સત એક આઉખું હો, સીધ્યા સમેત ગીરીસ, બલ સોલ સહસ મુનિ તુમ તણા હો, સાહુણી સહસ અડત્રીસ; પર૦ ૩ ધરણ ઇંદ્ર પદ્માવતી હો, પ્રભુ શાસન રખવાલ, બલ. રોગ શોગ સંકટ ટલે હો, નામ જપતાં જપમાલ; પર. ૪ પાસ આસ પૂરો અબ મેરી, અરજ એક અવધાર, બલ૦ શ્રી નવિજય વિબુધ પદ સેવી, જશ કહે ભવજલ તાર પર ૫ * આ જ ભાવનું “જ્ઞાનસારમાંનું ભાવપૂજાષ્ટક" છે. ૧૬૮
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org