SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષીરોદકનાં ધોતીયાંજી ચિંતવો ચિત્ત સંતોષ; અષ્ટ કર્મ સંવર ભલોજી. આઠ પડો મુહકોષ; સુહંકર ! ૪ ઓરસીયો એકાગ્રતાજી, કૈસર ભક્તિ કલ્લોલ, શ્રદ્ધા ચંદન ચિંતવોજી, ધ્યાન ઘોલરંગરોલ; સુહંકર ! ૫ ભાલ વહું આણા ભલીજી, તિલક તણો તે ભાવ; જે આભરણ ઉતારીયેંજી, તે ઉતારો પરભાવ; સુહંકર ! ૬ જે નિર્માલ્ય ઉતારીયેં જી, તે તો ચિત્ત ઉપાધિ; પખાલ કરતાં ચિંતવોજી. નિર્મલ ચિત્તસમાધિ; સુહંકર ! ૬ અંગલૂણાં બે ધર્મનાંજી. આત્મ સ્વભાવ જે અંગ; જે આભરણ પહેરાવીએજી, તે સ્વભાવ નિજ ચંગ; સુહંકર ! ૮ જે નવ વાડ વિશુદ્ધતાજી, તે પૂજા નવ અંગ; પંચાચાર વિશુદ્ધતાજી, તેહ ફૂલ પંચરંગ; સુહંકર ! ૯ દીવો કરતાં ચિંતવોજી, જ્ઞાનદીપક સુપ્રકાશ; નય ચિંતા ધૃત પૂરિયુંજી, તત્ત્વ પાત્ર સુવિલાસ; સુહંકર ! ૧૦ ધૂપ રૂપ અતિ કાર્યતાજી, કૃષ્ણાગરૂનો જોગ; શુદ્ધ વાસના મહમહેજી, તે તો અનુભવ યોગ; સુહંકર ! ૧૧ મદ-સ્થાનક અડ છાંડવાંજી, તેહ અષ્ટ મંગલિક; જે નૈવેદ નિવેદીયેંજી, તે મન નિશ્ચલ ટેક; સુહંકર ! ૧૨ લવણ ઉતારી ભાવીએજી, કૃત્રિમ ધર્મનો રે ત્યાગ; મંગલ દીવો અતિ ભલોજી, શુદ્ધ ધર્મ પરભાગ; સુહંકર ! ૧૩ ગીત નૃત્ય વાજિંત્રનોજી, નાદ અનાહત સાર; શમ-રતિ રમણી જે કરીજી, તે સાચો થેઈકાર; સુહંકર ! ૧૪ વિશિષ્ટ જિન સ્તવનો Jain Education International 2010_02 For Private & Personal Use Only ૧૬૭ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy