________________
નીંદ ન આવઈ ઝબકી જાગું રે, પૂરવ દિસિજઈ જોવા લાગું રે, રોતાં દીસે રાતડી નયણે રે, કિમહી ન દીસે પણિ તે ગમણિ રે. ૧૩ કુણ આગઈ એ વાત કહાઈ રે ? પિક અવલઈ કુણ સવલો થાઈ રે ? વિરહીનઈ હિમ ઋતુ દિન વાધઈ રે, ગ્રીષ્મ નિસ મોટી થઈ બાંધઈ રે. ૧૪ સરસ કમલ જે હિયડઈ દીજે રે, નીસાસે તેનું કો કીજઈ રે ? ફિરિ ધરિઈ નઈ ફિરિ અપહરિ રે, વિરહની વેદન કિમ નિસૂઈ રે. ૧૫ હઈડુ ભીડ્યું ૮ કુચ બંધઈ રે, પ્રાણ ન જાઈ તે પ્રતિબંધઈ રે, અંતરાય એ જાણું મોટું રે, જીવ જીવન વિન જીવિત ખોટું રે. ૧૬ નીંદ ન આવઈ ફિરિ ફિરિ સોઉં રે, માનું સુપનમાં પિઉમુખ જોઉં રે; પૂછું લગન તે જોસી આગઈ રે, કહિ મિલઅઈ પિઉ મન રાગઈ રે. ૧૭ નેહગહેલી દુરબલ થાઉં રે, માનું જિમ તિમ લિમિનિ મારે,
૧૬ ૨
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org