________________
એક યૌવન બીજું મદન સંતાપ રે, ત્રીજું વિરહ કલેજું કોપરું રે; ચોથું તે પિઉપિ પિક પોકાઈ રે, દુખિયાનું દુ:ખ કોઈ ન વારઈ રે. ૨ જે સુખ સાધન ભોગી મનાઈ રે, તે વિરહીનઈ દુઃખ દિઈ છનાઈ રે; વિન પિઉ હજ ન રોજ સુહાઈ રે, મોટાં મંદિર ખાવા ધાઈ રે. ૩ રાણિમ રિદ્ધિ નઇ દોલત લીલા રે, તે મુઝ પિઉ વિરાનલ કોલા રે; ભૂખ નિંદ બિહુ સાથિ નાઠી રે, માનું વિરહ બલવાથી ગાઠી રે. ૪ કોકિલ બોલઇ ટાઢું મીઠું રે, મુઝ મન તો તે લાગઈ અંગીઠું રે, વિરહ જગાવી વિરહિણી બાલી રે, તે પાપઈ તે થઈ છઈ કાલી રે. ૫ હર હિયાં પ્રતિબિંબિત ચંદો રે, વિરહ દહનથી દાધો મંદો રે, આંસુડે ઉલ્લવંતી કાલો રે, માનું પ્રકટિક લંછન લ્યાહલો રે. ૬ ચંદ કિરન જબ તનુ ગઈ રે. તાપ વિરહ અધિકરો જાગ રે;
૧૬૦
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org