________________
ચક્રવર્તી મને સુખ ધરે, ઋષભકુટે લિખી નામ રે, અધિકારે તુજ ગુણ તેહથી, પ્રગટ હુઆ ઠામ ઠામ છે. શ્રી. ૪ નિજ ગુણ ગંધિત તે કરી, કીરતી મોતીની માળા રે, તે મુજ કંઠે આરોપતાં દીસે ઝાકઝમાળા ર. શ્રી. ૫ પ્રગટ હુએ જિમ જગતમાં, શોભા સેવક કેરી રે; વાચક જણ કહે તિમ કરો, સાહિબ ! પ્રીત ઘણેરી ર. શ્રી૬
(૧૮) શ્રી મહાભદ્ર જિન સ્તવન
આજ હો છાજે રે ઠકુરાઈ પ્રભુ અથવા કેસરી બાર્ગ સાહિબોજી.
અથવા છાજલ દે મલહાર – એ દેશી દેવરાયનો નંદ, માત ઉમા મન ચંદ; આજ હો રાણી રે, સૂરિકાંતા બંત સોહામણોજી. ૧ પુષ્કર પશ્ચિમાર્ધ, વિજય તે વપ્ર સુબદ્ધ, આજ હો નયરી રે વિજયાએ વિહરે ગુણનીલાંજી. ર માહાભદ્ર જિનરાય, ગજ લંછન જસ પાય; આજ હો સોહે રે મોહે મન લટકાલ લોયણજી. ૩ તેહશું મુજ અતિ પ્રેમ, પર સુર નમવા નમ; આજ હો રજે રે દુઃખ ભંજે પ્રભુ મુજ તે ગુણેજી. ૪ ધર્મયૌવન નવરંગ, સમકિત પામ્યો ચંગ; આજ હો લાખણી લાડી મુગતિ તે મેલજી પર ચરણધર્મ અવદાત, તે કન્યાનો તાત, આજ હો માહરા રે પ્રભુજીને તે છે વશ સદાજી. ૬
વિહરમાન જિન-વીશી ,
૧૨૭
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org