________________
(૧૨) શ્રી ચંદ્રાનન જિન સ્તવન
માહરી સહિર સમાણી – એ દેશી) નલિનાવતી વિજય જયકારી, ચંદ્રાનન ઉપગારી રે,
સુણ વીનતી મોરી. પશ્ચિમ અરધે ધાતકી ખંડે, નયરી અયોધ્યા મંડે રે. સુ. ૧ રાણી લીલાવતી ચિત્ત સહાયો, પદ્માવતીનો જાયો રે, સુનૃપ વાલ્મીક કુળે તું દીવો, વૃષભ લંછન ચિરંજીવો રે. સુ૨ કેવલજ્ઞાન અનંત ખજાનો, નહી તુજ જગમાંહે છાનો રે સુ તેહનો લવ દેતાં શું નાસે, મનમાં કાંઈ વિમાસે રે. સુ૩ ચણ એક દિયે રણે ભરીયો, જો ગાતો દરીયો રે, સુ. તો તેહને કાંઈ હાણ ન આવે, લોક તે સંપત્તિ પાવે રે. સુ. ૪ અલિ મારો પરિમલ લવ પામી, પંકજ વન નહિ ખામી રે, સુ અંબ લુંબ કોટિ નવિ છીએ, એકે પિક સુખ દીજે રે. સુ૫ ચંદ્રકિરણ વિસ્તારે છોછું, નવિ હોયે અમીયમાં ઓછું રે સુ આશાતીર કરે બહુત નિહોરા, તે હોવે સુખિત ચકોરા રે. સુ૬ તિમ જો ગુણ લવ દિઓ તુમ હેજે, તો અમે દીપું તેજે રે, સુવાચક જણ કહે વાંછિત દેશો, ધર્મનેહ નિરવહેશો રે. સુ૭
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org