SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ - જે આજ પૂર્વે કોઈ પણ સ્થળે મુદ્રિત થઈ નથી. આ અમુદ્રિત ૪૦ કૃતિઓની એક જુદી નોંધ પણ આપવામાં આવી છે. આ બધા ઉપરાન્ત પણ પરમોપકારી પૂ. શ્રી ઉપાધ્યાયજી મહારાજાએ ગૂર્જરગિરામાં વધુ કૃતિઓ બનાવેલી હોય એવો પૂરો સંભવ છે. પરંતુ જુદા જુદા ભંડારો અને વિવિધ સ્થળોએ તપાસ કરતાં આથી વધુ કૃતિઓ મળી શકી નથી. પ્રયાસ કરતાં મળી જશે તેને શ્રી દ્રવ્યગુણપર્યાયનો રાસ અને શ્રી જબૂસ્વામીનો રાસ આદિ કૃતિઓની સાથે હવે પછીના વિભાગમાં દાખલ કરવામાં આવશે. સ્વપર શ્રેયસ્કર આવા ગ્રન્થોનું પ્રકાશન શુદ્ધ, સંપૂર્ણ અને વધુ ઉપકારક બને તે માટે અનેકોનો સહકાર આવશ્યક છે તેવી જ રીતે આ પ્રકાશનમાં પણ જે મુખ્ય વ્યક્તિઓ તથા સંસ્થાદિનો સહકાર મળી શક્યો છે તેની ટૂંક નોંધ અત્રે પ્રદર્શિત કરાય છે. પૂજ્યપાદ આચાર્ય શ્રીમદ્ વિજય મેઘસૂરીશ્વરજી મહારાજા: મુનિ શ્રી જશવિજયજી: મુનિ શ્રી પુણયવિજયજી : તેઓની પાસેથી તથા અમદાવાદ વિદ્યાશાળા અને ડહેલાના ઉપાશ્રયના પ્રાચીન ગ્રન્થભંડારોમાંથી તથા લીંબડી, ઝીંઝુવાડા, પાટણ આદિ સ્થળોના ગ્રન્થભંડારોમાંથી જૂની હસ્તલિખિત પ્રતિઓ તથા કેટલીક અપ્રગટ કૃતિઓની મૂળ પ્રતિઓ પ્રાપ્ત થઈ છે, જેનો આ સંગ્રહમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સંગ્રહમાં પૂ. શ્રી ઉપાધ્યાયજી મહારાજાના હસ્તાક્ષરોના જે ફોટાઓ આપવામાં આવ્યા છે, તેની મૂળ નકલો મુનિ શ્રી પુણ્યવિજયજી તરફથી મળી છે. પૂ. મુનિ શ્રી ભદ્રંકરવિજયજીઃ તેઓએ આ ઉત્તમ સાહિત્યનો સંચય કર્યો હતો તેમ જ આ પ્રકાશનમાં તેઓની જ પ્રેરણા મુખ્ય હતી. તેઓએ પ્રેસકોપી કરાવી, અમદાવાદ અને અન્ય સ્થળોના ગ્રન્થભંડારોની હસ્તલિખિત પ્રતિઓ મંગાવી શુદ્ધિ આદિ માટે ઘણો १३ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy